મગફળીકાંડમાં કૃષિમંત્રીનો બફાટ: મોટું કામ થતું હોય ત્યારે થોડું દાઝી જતું હોય

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક

રાજકોટ: આજે સવારે ગુજરાત કોંગ્રેસના વિપક્ષ નેતાની આગેવાનીમાં ખેડૂતના પ્રશ્નોને લઇ ધરણાનો કાર્યક્રમ યોજાયો હતો. જેમાં મગફળીકાંડનો મુદ્દો ઉછળ્યો હતો અને પરેશ ધાનાણીએ વિજય રૂપાણી સહિત ભાજપ પર પ્રહારો કર્યા હતા. વળતા જવાબમાં રાજકોટમાં ભાજપે કૃષિમંત્રીની પ્રેસ કોન્ફરન્સ કરી હતી. જેમાં કૃષિમંત્રી આર.સી ફળદુએ જણાવ્યું હતું કે, મોટું કામ થતું હોય ત્યારે થોડું દાઝી જતું હોય છે. આવા વાક્યથી સૌ કોઇ દંગ રહી ગયા હતા.

 

કોંગ્રેસનો જૂથવાદ ઢાંકવા સ્ટંટ કર્યો

 

આર.સી ફળદુએ વધુમાં કહ્યું હતું કે, કોંગ્રેસમાં આંતરિક નારાજગીને દબાવવા આ કોંગ્રેસનો સ્ટંટ છે અને મૂળ મુદ્દો ડાયવર્ટ કરવાનો પ્રયાસ કરી રહ્યાં છે. કેન્દ્રમાં યુપીએની સરકાર હતી ત્યારે તેમને ખેડૂતો માટે ક્યાં પગલાં લીધા. 2004-14 સુધી ખેડૂતો માટે કોંગ્રેસે શું કર્યું? 10 વર્ષના સમયગાળા દરમિયાન પોષણક્ષમ ભાવ કેમ આપવામાં ન આવ્યા. 10 વર્ષ સુધી કોંગ્રેસ ક્યાં ઊંઘતી હતી, કોંગ્રેસે ખેડૂતો માટે કોઇ વિકાસશીલ નિર્ણયો લીધા નહોતા, ગત વર્ષે નાફેડ દ્વારા 2 લાખ મેટ્રિક ટન મગફળી ખરીદાઇ હતી. ટેકાના ભાવે ખરીદી કરવામાં આવી હતી. આવા મોટા કામ થતા હોય ત્યારે થોડું દાજી જતું હોય છે. તેવું કૃષિમંત્રીએ જણાવ્યું હતું.

 

રાજકોટઃ ખેડૂતોના પ્રશ્નોને લઇ કોંગ્રેસના ધરણા, રીબડીયા હળ સાથે આવ્યા

 

 

આગળની સ્લાઇડ્સ અમારા ઘરમાં લાગેલી આગ બૂઝાઇ ગઇ છે, ખુદ મુખ્યપ્રધાને ત્રણેય ધારાસભ્યો સાથે વાત કરી છે, આગામી સમયમાં સુખદ વાત સામે આવશે.