ઉંચા આકાશેથી ગોંડલ અક્ષર મંદિરનો નજારો, રાત્રે લાગે છે આવું

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક

ગોંડલ: સ્વામિનારાયણ સંપ્રદાયના આસ્થાનું પ્રતિક એવા ગોંડલના અક્ષર પુરષોતમ સ્વામિનારાયણ મંદિરમાં આવેલી અક્ષર દેરીને 150 વર્ષ પૂર્ણ થતાં હોવાથી સાર્ધ શતાબ્દી મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. સાર્ધ શતાબ્દી મહોત્સવ 20મી જાન્યુઆરીથી શરૂ થશે જે 11 દિવસ સુધી યોજાશે. ત્યારે અક્ષર મંદીર, અક્ષર દ્વાર, યોગીજી મહારાજ સ્મૃતિમંદિર તેમજ અતિથિ ભવનને રંગબેરંગી રોશનીથી શણગારવામાં આવ્યા છે. સમગ્ર લાઇટીંગનુ ડ્રોન દ્રારા અદભૂત નજારો જોઇ શકાય છે.

 

લાઇટ એન્ડ સાઉન્ડ શો દ્વારા ભારતીય આધ્યમિક મૂલ્યોને સમાજની સમક્ષ રજૂ કરવામાં આવ્યા


વિશ્વપ્રસિદ્ધ તીર્થસ્થાન અક્ષર મંદિર ગોંડલ ખાતે અક્ષરદેરી સાર્ધશતાબ્દી મહોત્સવ નિમિત્તે વિવિધ કાર્યક્રમોનું આયોજન થયું છે. જેમાં એક અદભુત કાર્યક્રમ એટલે લાઇટ એન્ડ સાઉન્ડ શો. આ કાર્યક્રમમાં ભારતીય આધ્યાત્મિક મૂલ્યો જેમ કે સેવા, સમર્પણ, ભક્તિ, નૈતિકતા વગેરેને આધુનિક માધ્યમોનો ઉપયોગ કરીને સમાજની સમક્ષ રજૂ કરવામાં આવ્યા છે. સાથે સાથે અક્ષરદેરી અને અક્ષરમંદિર, ગોંડલનો સંપૂર્ણ ઇતિહાસ પણ લાઇટ એન્ડ સાઉન્ડ શોના માધ્યમથી ઉજાગર થશે. 

 

વધુ તસવીર જોવા આગળ ક્લિક કરો.....(તસવીરો: દેવાંગ ભોજાણી, ગોંડલ) 

અન્ય સમાચારો પણ છે...