તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ગોંડલ અક્ષર મંદિરમાં 52 વર્ષથી સેવા આપતા સંતનું નિધન, અંતિમયાત્રામાં મોટી સંખ્યામાં હરિભક્તો ઉમટ્યા

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

ગોંડલ: ગોંડલના અક્ષર મંદિરે છેલ્લા બાવન વર્ષથી સેવા બજાવતા સંતપ્રસાદ સ્વામી શ્રાવણ માસના અગિયારસના શુભ દિવસે 75 વર્ષની વયે સ્વધામ પધારતા મંદિરના પાછળના ભાગે આવેલ અક્ષર ઘાટ ખાતે સંતો મહંતોની હાજરીમાં તેમની અંતિમવિધિ કરવામાં આવી હતી. 
અંતિમયાત્રામાં બહોળી સંખ્યામાં સંતો મહંતો અને હરિભક્તો હાજર રહ્યા હતા. 

 

ભગવતી દીક્ષા પ્રમુખ સ્વામી મહારાજ પાસેથી લીધી હતી

 

સંતપ્રસાદ સ્વામીએ 1966માં પાર્ષદી દીક્ષા યોગીજી મહારાજ પાસેથી લીધી હતી. તેમજ ભગવતી દીક્ષા પ્રમુખ સ્વામી મહારાજ પાસેથી લીધી હતી અને છેલ્લા બાવન વર્ષથી ગોંડલ અક્ષર મંદિર ખાતે સેવા બજાવી રહ્યા હતા. છેલ્લા બે દિવસથી અન્ન તથા જળનો ત્યાગ પણ કર્યો હતો. તેઓના અક્ષરવાસથી સંત પરિસર તેમજ ભક્તગણમાં ઘેરો શોક ફેલાવા પામ્યો છે.

 

સાપનો રાફડો દૂર કરતા શિવલિંગ નીકળ્યું, 5 હજાર વર્ષ પહેલા યુધિષ્ઠિરે સ્થાપના કર્યાની લોકવાયકા

 

 

વધુ તસવીર જોવા આગળ ક્લિક કરો.....

 

માહિતી અને તસવીરો: હિમાંશુ પુરોહિત, ગોંડલ.