રાજકોટમાં ચોથા દિવસે ધાનાણીના ધરણા, કહ્યું મગફળીમાં ભ્રષ્ટાચારીઓના મૂળિયા CM સુધી પથરાયેલા

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક

રાજકોટ: પેઢલા ગામના મગફળી કૌભાંડે ગુજરાતનું રાજકારણ ગરમ કર્યું છે, વિપક્ષ નેતા જ્યાં જ્યાં મગફળી સળગી છે કે કૌભાંડ થયા છે તે સ્થળે પ્રતિક ઉપવાસ કરી રહ્યાં છે. પેઢલા, ગોંડલ, શાપર બાદ આજે ચોથા દિવસે ધાનાણી રાજકોટના જૂના માર્કેટિંગ યાર્ડ પાસે ધરણા કરી રહ્યાં છે. છ માસ પહેલા યાર્ડમાં 17 કરોડથી વધુ કિંમતના મગફળીના ખાલી બારદાન સળગી ઉઠ્યાં હતા. જો કે કંઇક નાટકીય તપાસ બાદ આજે પરિણામ શૂન્ય છે. આજે ધાનાણીએ ભાજપ પર આક્ષેપ કરતા જણાવ્યું હતું કે, મગફળી કૌભાંડમાં ભ્રષ્ટાચારીઓના મૂળિયા સીએમ સુધી પથરાયેલા છે.

 

આંદોલન ગામડે ગામડે લઇ જશું, ચાર દિવસથી ધરણા થાય છે, કેમ હજુ સુધી સિટિંગ જજને તપાસ નથી સોપાતી

 

ધાનાણીએ ભાજપ સરકાર પર પ્રહાર કરતા જણાવ્યું હતું કે, પૂર્વ મંત્રી ચીમન સાપરિયાની મંડળી સહિત તમામ ગોડાઉન અને મંડળીમાં તટસ્થ રીતે તપાસ થવી જોઇએ, આ આંદોલન વધુ ઉગ્ર બનશે અને ખેડૂતો સુધી અને ગામડે ગામડે લઇ જવાશે. આજે ધરણાનો ચોથો દિવસ છે. છતાં સરકાર કેમ સિટિંગ જજ દ્વારા તપાસ થશે તેવું જાહેર નથી કરતી. આ કાંડમાં સરકારની સંડોવણીના આક્ષેપો પણ કર્યા હતા.

 

રાજકોટ જૂના યાર્ડમાં ગુજકોટના કોરોડના કોથળા થયા હતા ખાક, cctvમાં એક દેખાયો હતો

 

ગોંડલમાં મગફળીનું ગોડાઉન સળગ્યા પછી રાજકોટમાં ગુજકોટના મગફળીના ખાલી બારદાન હતા તે પણ સળગ્યા હતા. જેની કિંમત 17 કરોડથી વધુ આંકવામાં આવી રહી છે. અચાનક જ આગની લપેટમાં આટલા કોથળા કંઇ રીતે આવ્યા તે એક તપાસનો વિષય બન્યો હતો. જો કે નાટકીય તપાસ પણ થઇ હતી એક વ્યક્તિ સીસીટીવીમાં દેખાયો હતો. જો કે આજે પણ તપાસની વાતો જ થઇ રહી છે કોઇ ફોરેન્સિક રિપોર્ટ આવ્યો કે નહીં તે પણ કહેવા તૈયાર નથી.

 

ધાનાણીના ધરણાનો ત્રીજો દિવસ કહ્યું 22ની ધરપકડ દબાણવશ, માછલી પકડી મગરમચ્છો છૂટ્ટા ફરે છે

 

વધુ તસવીર જોવા આગળ ક્લિક કરો....