ગોંડલના મેતા ખંભાળીયામાં મંદિરના પૂજારીને બાંધી 4 શખ્સોએ સોના-ચાંદીનો મુગટ લૂંટ્યો

ચારેય શખ્સો પૂજારીને માર મારી ખાટલા સાથે બાંધી લૂંટ કરી નાસી ગયા હતા

DivyaBhaskar.com | Updated - Sep 10, 2018, 04:21 PM
ગોંડલ તાલુકા પોલીસમાં નોંધાઇ ફરિયાદ
ગોંડલ તાલુકા પોલીસમાં નોંધાઇ ફરિયાદ

ચારેય શખ્સો પૂજારીને માર મારી ખાટલા સાથે બાંધી લૂંટ કરી નાસી ગયા હતા

ગોંડલ: ગોંડલ તાલુકાના મેતા ખંભાળિયા ગામમાં વાડીમાં આવેલા મંદિરના પૂજારીને છરી બતાવી માર મારી ખાટલા સાથે બાંધી ચાર શખ્સોએ મંદિરમાંથી સોના-ચાંદીનો મુગટ અને રોકડ રકમ સહિત કુલ રૂ. 55500ની લૂંટ કરવામાં આવતા ખળભળાટ મચી ગયો છે. લૂંટારા 25થી 30 સુધીની ઉંમરના હોવાનું સામે આવ્યું છે. આ અંગેની ગોંડલ તાલુકા પોલીસમાં ફરિયાદ નોંધવામાં આવી છે.

પૂજારીને માર મારી ખાટલા સાથે બાંધી લૂંટ કરી નાસી ગયા હતા

પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું કે, મેતા ખંભાળિયામાં જાદવ મંગાભાઈ પરમાર ઉંમર વર્ષ 80 જાતે કોળી પટેલ ગોધાણી દાદાની વાડીએ રહીને મંદિરમાં સેવા પૂજા કરે છે. વહેલી સવારે જાહેર થયેલા બનાવમાં ચાર શખ્સો રાત્રીના સમયે મંદિર ખાતે ધસી આવ્યા હતા અને સેવા-પૂજા સ્થળના નકુચા તોડી અંદર ઘૂસીને પૂજારીને છરી બતાવી માર મારી ખાટલા સાથે બાંધી દીધા હતા. ત્યારબાદ મંદિરમાંથી સોનાનો એક મુગટ, ચાંદીનો એક મુગટ, એક સોનાનો હાર, મંદિરની 16000ની રોકડ તથા ખીસ્સામાં રાખેલ 4500 રોકડની લૂંટ ચલાવી ચારેય શખ્સો નાસી છૂટયા હતા. ફરિયાદના આધારે પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

રાજકોટમાં 81 લાખના 8 કિલો ચરસ-ગાંજા સાથે 4 શખ્સો ઝડપાયા, શાળા-કોલેજના છાત્રો કરતા ઉપયોગ

માહિતી અને તસવીરો: હિમાંશુ પુરોહિત ગોંડલ.

X
ગોંડલ તાલુકા પોલીસમાં નોંધાઇ ફરિયાદગોંડલ તાલુકા પોલીસમાં નોંધાઇ ફરિયાદ
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App