હ્રદય પર પથ્થર મુકી દીકરીઓએ કાંધ આપી / દીકરી બની દીકરો/ 4 દીકરીઓએ નિભાવ્યો પુત્ર ધર્મ, પિતાને કાંધ આપી કર્યા અંતિમસંસ્કાર

4 દીકરીઓએ પિતાને આપી કાંધ
4 દીકરીઓએ પિતાને આપી કાંધ
4 દીકરીઓએ નિભાવ્યો પુત્ર ધર્મ
4 દીકરીઓએ નિભાવ્યો પુત્ર ધર્મ
four-daughter-given-kandh-of-her-father-

DivyaBhaskar.com

Dec 05, 2018, 11:31 AM IST

* 4 દીકરીઓએ દીકરાની ખોટ કરી પૂરી, પિતાને કાંધ આપી કર્યા અગ્નિ સંસ્કાર
* હ્રદય પર પથ્થર મુકી દીકરીઓએ કાંધ આપી

મોટાદડવા: ગોંડલના મોટાદડવામાં 4 દીકરીઓએ પોતાના મૃતક પિતાની અર્થીને કાંધ અને અગ્નિસંસ્કાર આપી પુત્ર ધર્મ નિભાવ્યો હતો. સાથે સમાજને એક નવું ઉદાહરણ પૂરૂ પાડ્યું હતું. પટેલ પરિવારના નાનજીભાઈ ધનજીભાઈ વસાણીનું દુખદ અવસારન થતા તેની સગી 2 દિકરીઓ મનીશાબેન અને દયાબેન અને તેમની સાથે તેમની સંબંધીઓની દીકરીઓ સરોજબેન અને લીલાબેન દ્વારા કાંધ આપી અગ્નિસંસ્કાર કર્યા હતા. આમ સવારે આ ચારેય દીકરીઓએ રડતી આંખે પોતાના પિતાને અગ્નિદાહ આપી એક પુત્ર ધર્મ નિભાવ્યો હતો.

પિતાનું ઋણ ક્યારેય નહીં ચૂકવી શકીએ

મનીષાબહેન અને દયાબહેન સાથે વાતચીત કરતા તેઓએ જણાવ્યું હતું કે, 'અમે ક્યારેય સ્મશાન આવ્યા નથી. પરંતુ એક દીકરાની ભૂમિકા અદા કરવા માટે અમે અમારા પિતાને કાંધ આપીને અગ્નિસંસ્કાર કર્યા છે. અમારા જીવનમાં અમારા પિતાનો સિંહફાળો રહ્યો છે. જેનું ઋણ અમે ક્યારેય ચૂકવી નહીં શકીએ. અમે બંને બહેનો સાસરે છીએ. અમે જે પિતાની છત્રછાંયા ગુમાવી છે તેનો આઘાત વર્ણાવી શકાય તેમ નથી.' આમ મોટાદડવા ગામમાં આ પ્રથમ ઘટના બની હતી કે જ્યાં દીકરીઓએ તેના પિતાને સ્મશાન સુધી કાંધ આપી અગ્નિસંસ્કાર કર્યા. ત્યારે આ પરિવારના દુખમાં ભાગીદાર બનવા માટે ગામ લોકો સ્મશાન યાત્રામાં જોડાયા હતા.

વધુ તસવીર જોવા આગળ ક્લિક કરો...........

માહિતી અને તસવીરો: બ્રિજેશ વેગડા, મોટાદડવા.

X
4 દીકરીઓએ પિતાને આપી કાંધ4 દીકરીઓએ પિતાને આપી કાંધ
4 દીકરીઓએ નિભાવ્યો પુત્ર ધર્મ4 દીકરીઓએ નિભાવ્યો પુત્ર ધર્મ
four-daughter-given-kandh-of-her-father-
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી