ગોંડલમાં GSTના દરોડા દરમિયાન એક મકાનમાંથી પિસ્તોલ તેમજ 5 કારતૂસ મળ્યા

ગ્રીન સિટી સોસાયટીમાં GSTના રહેણાક મકાન પર દરોડો
ગ્રીન સિટી સોસાયટીમાં GSTના રહેણાક મકાન પર દરોડો
Bhaskar News

Bhaskar News

Sep 17, 2018, 11:19 PM IST

ગોંડલ: ગોંડલ નેશનલ હાઈવે પર આવેલ ગ્રીન સીટી સોસાયટીમાં જીએસટી વિભાગના અધિકારીઓ દ્વારા રહેણાંક મકાન પર દરોડો પાડી સાહિત્ય કબજે કરવામાં આવ્યું હતું .તે દરમિયાન એક પિસ્તોલ તેમજ કારતૂસ મળી આવતા જિલ્લા પોલીસ તંત્રને જાણ કરાતા એસ.ઓ.જી ટીમના નવ નિયુક્ત પોલીસ ઇન્સ્પેકટર એમ.એન.રાણા તથા પો.સબ.ઈ. વાય.બી.રાણા ,પો. હેડ ઉપેન્દ્રસિંહ જાડેજા ,રણજીતભાઈ ધાધલ, સંજયભાઈ ,દિનેશભાઇ ,ધર્મેન્દ્રભાઈ વિગેરે દોડી ગયા. દેશી બનાવટની એક પિસ્તોલ અને પાંચ કારતૂસ તેમજ એક ફૂટેલ કારતૂસ કિંમત રૂપિયા 10,000 નું કબજે કરી કાર્યવાહી હાથ ધરી હતી. પિસ્તોલ તેમજ કારતૂસ કોના છે તેમ જ મકાન કોની માલિકીનું છે તે અંગે પણ પોલીસ તંત્ર દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આ લખાય છે ત્યારે હજુ સુધી પોલીસતંત્ર દ્વારા કોઈપણ વ્યક્તિના નામ સુદ્ધા નોંધ કરવામાં આવ્યા નથી.

SGST ટીમે પ્રથમ વખત ગોંડલમાં ઉદ્યોગપતિના ઘરે દરોડા પાડ્યા

10 દિવસમાં એસ.જી.એસ.ટી.ની ટીમે ફરી વખત ગોંડલમાં દરોડા પાડ્યા છે. સોમવારે સાંજે અમદાવાદની જીએસટીની ટીમે દરોડા પાડ્યા હતા.જે આખી રાત તપાસ ચાલી છે.અત્યાર સુધીની તપાસમાં પહેલી વખત જીએસટીની ટીમે કોઈના ઘરે દરોડા પાડ્યા હતા. જીએસટીની ટીમે કોઈના ઘરે દરોડા પાડ્યા હોય તેવી આ પ્રથમ ઘટના છે.પોલીસને સાથે રાખીને તપાસ શરૂ કરવામાં આવી છે.ગોંડલમાં અમદાવાદની જીએસટીની ટીમ અચાનક સાંજે ગોંડલમાં પહોંચી હતી. ગ્રીનસિટી બ્લોક નંબર 3 માં રહેતા ઉદ્યોગપતિના ઘરે ટીમે તપાસ આદરી હતી.

હજુ ગત સપ્તાહે જ ગોંડલમાં 18 ઓઇલ મિલરોને ત્યાં જીએસટીની ટીમે દરોડા પાડ્યા હતા.ત્યારે ફરી એક વખત જીએસટીની ટીમે તપાસ કરી છે.ગત સપ્તાહે પાડેલા દરોડા બોગસ બિલિંગ સેલના કૌભાંડના અનુસંધાને તપાસ કરવામાં આવી હતી.જેની તપાસમાં કરોડો રૂપિયાની ટેક્સ ચોરી ઝડપાઈ હતી ત્યારે સોમવારની તપાસ દરમિયાન જાણવા મળ્યું છે કે, ગત સપ્તાહે જ્યાં દરોડા પાડવામાં આવ્યા હતા. તેમાં કેટલાક વ્યવહારો જેને ત્યાં દરોડા પાડવામાં આવ્યા છે તેની સાથે ખુલ્યા છે તથા કેટલાક દસ્તાવેજો પણ અહીં જ સંતાડીને રાખવામાં આવ્યા છે.આ બન્ને બાબતોના વેરિફિકેશન માટે તપાસ કરવામાં આવી છે. આ તપાસ લાંબી ચાલે તેવી સંભાવના તપાસનીશ અધિકારીએ વ્યક્ત કરી છે.

X
ગ્રીન સિટી સોસાયટીમાં GSTના રહેણાક મકાન પર દરોડોગ્રીન સિટી સોસાયટીમાં GSTના રહેણાક મકાન પર દરોડો
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી