નકલી ડોક્ટર/ રાજકોટમાં 10 ચોપડી ભણેલો મુ્ન્નાભાઇ MBBS ઝડપાયો, 3 મહિનાથી દર્દીને દવા આપતો

રાજકોટમાં ઘોડા ડોક્ટર ઝડપાયો
રાજકોટમાં ઘોડા ડોક્ટર ઝડપાયો
પોલીસે કબ્જે કરેલો મુદ્દામાલ
પોલીસે કબ્જે કરેલો મુદ્દામાલ
duplicate doctor arrested in rajkot

DivyaBhaskar.com

Dec 11, 2018, 12:29 PM IST


*પોતાની ઓળખ ડો.પટેલ સાહેબની નામથી આપતો હતો

રાજકોટ: શહેરમાં 10 ધોરણ સુધી ભણેલા નકલી ડોક્ટરને એસઓજી પોલીસે ઝડપી પાડ્યો હતો. છેલ્લા ત્રણ મહિનાથી ગ્રીનલેન્ડ ચોકડી પાસે 52 વર્ષીય રવજી વઘાસીયા નામનો શખ્સ શિવનગરમાં ક્લિનિક ખોલી દર્દીઓને દવા આપતો હતો. આજે નકલી ડોક્ટરને પોલીસે ઝડપી દવા સહિતની ચીજવસ્તુઓ કબ્જે કરી હતી.

અગાઉ હતો કમ્પાઉન્ડર, દર્દીઓને ઇન્જેક્શન પણ આપતો

રવજી વઘાસીયા અગાઉ કમ્પાઉન્ડર હતો અને દવા અને ઇન્જેક્શન આપવાનો અનુભવ ધરવાતો હતો. જેને લઇ ત્રણેક મહિનાથી પોતાનું જ દવાખાનું ખોલી નાખ્યું હતું. પોલીસે આકરી પૂછપરછ કરતા નકલી ડોક્ટર પડી ભાગ્યો હતો અને પોતે માત્ર 10 સુધી જ ભણેલો છે તેવી કબૂલાત આપી હતી. પોતે પોતાની ઓળખ ડો.પટેલ સાહેબની નામથી આપતો હતો. પોલીસે એલોપેથી દવાનો જથ્થો, ઇજેક્શન સાથે ઝડપી ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

X
રાજકોટમાં ઘોડા ડોક્ટર ઝડપાયોરાજકોટમાં ઘોડા ડોક્ટર ઝડપાયો
પોલીસે કબ્જે કરેલો મુદ્દામાલપોલીસે કબ્જે કરેલો મુદ્દામાલ
duplicate doctor arrested in rajkot
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી