ધોરાજીમાં નરસંગ મંદિરના મહંતની બંધ રૂમમાંથી લોહીલુહાણ હાલતમાં લાશ મળી

મહંતની ફાઇલ તસવીર
મહંતની ફાઇલ તસવીર
ઘટનાસ્થળે લોકોના ટોળા ઉમટ્યા
ઘટનાસ્થળે લોકોના ટોળા ઉમટ્યા
હત્યાની આશંકા
હત્યાની આશંકા

DivyaBhaskar.com

Sep 22, 2018, 03:43 AM IST

ધોરાજી: ધોરાજીના જામકંડોરણારોડ પર સફરા નદીના પુલ પાસે નરંસગ મદિરના રૂમમાથી વૃધ્ધ મહંતનો લોહીલુહાણ હાલતમાં મૃતદેહ મળી આવતા ભારે ચકચાર જાગી છે. બનાવની જાણ પોલીસને થતાં ધટના સ્થળે પહોંચીને તપાસ હાથ ધરીને મૂતદેહને પીએમ માટે સરકારી હોસ્પિટલ ખાતે ખસેડાયો હતો. આ બનાવ અગે મૃતકના કુટુંબીજનોએ પોલીસને જણાવ્યુ હતું કે સવારે મંદિરમાં લાલદાસ બાપુ નહી જોવા નહી મળતાં સંબધીઓએ તપાસ કરતાં બંધ રૂમમાં લાલદાસ બાપ ગુરૂ ગંગારામ બાપુનો લોહીલૂહાણ હાલતમા મૃતદેહ મળી આવ્યો હતો.


આ બનાવ અગે મહંત લાલદાસ બાપુના કુટુંબીજનોએ હત્યાની શંકા વ્યકત કરી હતી. ધોરાજી પીઆઇ ઝાલા એ જણાવ્યુ હતું કે આબનાવ અગે પોલીસે પીએમ કરાવી મોતનુ કારણ,ઈજાઓ અંગે ફોરેન્સીક,ફિંગર પ્રિન્ટ નિષ્ણાતની ટીમો મારફતે તપાસ કરાવીને જૂદી જૂદી દિશામાં તપાસના ચક્રો ગતીમાન કરાયા છે.


ગળા પર ઇજાના નિશાન મળ્યા, મંદિર પાસેથી સળગેલું કપડું મળ્યું


નરસંગ મંદિરના મહંત લાલદાસ બાપુનો લોહીલૂહાણ હાલતમા મળી આવેલા મૃતદેહે મહંતના મોત અંગે અનેક પ્રશ્નો જગાવ્યા હતા. મૃતકના શરીર પર ઇજાના નિશાનો હતા. જેમા ખાસ કરીને ગળાના ભાગે ઈજાના નિશાન જોવા મળ્યા હતા. મંદિરની ડેરી પાસેથી સળગેલુ એક કપડું પણ મળી આવ્યુ હતુ. પોલીસે ઈજાઓ અગે ફોરેન્સીક પીએમ કરાવીને વધૂ તપાસ હાથ ધરી છે. એક તરફ મહંતના સંબંધીઓએ હત્યાની આશંકા વ્યક્ત કરી છે.


30 વર્ષથી પૂજા કરતા હતા


ધોરાજીના મેધવાર સમાજના સાધુ 30 વર્ષથી નરસંગ મંદિરમાં સેવા પૂજા કરતા હતા. સફરા નદીના પૂલ પાસે અવાવરૂ જગ્યા પર ધોરાજીના મેધવાર સમાજના સાધુ પરીવારના લાલદાસ બાપુ નરંસગ મદિર આશ્રમ બનાવીને ત્યા રહીને ભગવાનની ભક્તિ સાથે સેવા પૂજા કરતા હતા.મંદિરના પ્રાંગણમાં નાના ફળાઉ વૂક્ષોનો ઉછેર કરીને બગીચો પણ બનાવ્યો હતો.

X
મહંતની ફાઇલ તસવીરમહંતની ફાઇલ તસવીર
ઘટનાસ્થળે લોકોના ટોળા ઉમટ્યાઘટનાસ્થળે લોકોના ટોળા ઉમટ્યા
હત્યાની આશંકાહત્યાની આશંકા
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી