વિશ્વના સૌથી મોટી ઉંમરના મતદાર અજીબેનનું અવસાન, 127 વર્ષની ઉંમરે પણ ઘરનું કામ કરતા

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અજીબેનનું અવસાન - Divya Bhaskar
અજીબેનનું અવસાન

* છપ્પનીયા દુષ્કાળ વખતે અજીમાની ઉંમર 8-12 વર્ષની હતી
* 127 વર્ષની ઉંમરે પણ અજીમાં ઘરનું કામ કરતા હતા

 

રાજકોટ: ઉપલેટાનાં કૈલાશનગરમાં રહેતાં વિશ્વના સૌથી મોટી ઉંમરવાળા અજીબેન ચંદ્રવાડીયાનું શનિવારના રોજ અવસાન થયું હતું. આ અજીબેનની ગત વિધાનસભા ચૂંટણીમાં વિશ્વના સૌથી મોટી ઉંમરનાં મતદાર તરીકેની યાદીમાં સામેલ હતાં. 127 વર્ષની ઉંમરના માજીને  ચૂંટણી વખતે તે સમયના જિલ્લા કલેક્ટર ડો.વિક્રંતા પાંડેએ માજીને મતદાન મથકે લઈ આવવા માટે ખાસ વ્યવસ્થા કરી આપી હતી.  127 વર્ષની ઉંમરે પણ તેઓ ઘરનું કામ કરતા હતા.

 

127 વર્ષની ઉંમરમાં ક્યારેય દવાખાનું જોયું નહોતું

 

127 વર્ષની ઉંમર ધરાવતા અજીમાએ ક્યારેય દવાખાનું જોયું નહોતું. પુત્રો, પુત્રીઓ, પૌત્રો અને પૌત્રીઓ મળી ચોથી પેઢી જોનારા અજીબેનનો 65 સભ્યોનો પરિવાર છે. અજીમાને તેમના જન્મ વિશે પૂછવામાં આવ્યું હતું ત્યારે તેણે કહ્યું હતું કે, છપ્પનીયા દુષ્કાળ વખતે હું 8-12 વર્ષની હતી. વિક્રમ સંવંત 1956થી અત્યારના 2074 સુધીની ગણતરી કરતા અજીમા સહેજે સવાસો વર્ષનું આયખું વટાવી ચૂક્યા હતા. પોતાના બાળપણના જ 56નો દુષ્કાળની પીડા વેઠી ચૂકેલા અજીમાને એ કારમાં દિવસો પણ યાદ હતા. પરંતુ દુષ્કાળના દિવસો અંગે પેટભરીને વાતો કરતા હતા. દુષ્કાળના દિવસોમાં પાણીની વ્યવસ્થા, ભોજન અને કામની બાબતો અંગે પણ બખૂબી જણાવતા હતા.

 

અજીમાં ઘરનું કામ કરતા હતા

 

અજીમાને મતદાન વિશે કહેવામાં આવ્યું ત્યારે જવાબ આપતા કહ્યું હતું કે, બાપલિયા મતદાન તો કરવું જ પડેને. અજીમા પરિવારમાં ઘરનું કામ પણ સારી રીતે કરતા હતા. રાજાશાહીમાં અજીમાં પોરબંદરના રાજવીને ત્યાં કામ કરતા હતા.

અન્ય સમાચારો પણ છે...