BJPના પૂર્વ રાષ્ટ્રીય અધ્યક્ષ કુશાભાઉ ઠાકરેના પિતરાઇનું રાજકોટ સિવિલમાં સારવાર દરમિયાન નિધન

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

રાજકોટ: સંઘના પ્રચારક અને ભાજપના પૂર્વ રાષ્ટ્રીય અધ્યક્ષ રહી ચૂકેલા અને પોતાના પરિવારજનોને પણ સંઘના માર્ગે ચાલતા કરનાર કુશાભાઉ ઠાકરેના પિતરાઇ ભાઇ કુમારભાઇ ઠાકરેનું 75 વર્ષની વયે સિવિલ હોસ્પિટલમાં સારવાર દરમિયાન નિધન થતા આજે સવારે તેમની અંતિમયાત્રા નીકળી હતી. અંતિમયાત્રામાં સંઘના આગેવાનો અને મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહી તેઓને શ્રધ્ધાંજલિ અર્પણ કરી હતી. કુમારભાઇના પાર્થિવદેહને સિવિલ હોસ્પિટલ સ્ટાફના મહેશભાઇના હસ્તે અગ્નિદાહ આપવામાં આવ્યો હતો.    

 

કુમારભાઇ છેલ્લા કેટલાક સમયથી રાજકોટની સિવિલ હોસ્પિટલમાં સારવાર લઇ રહ્યા હતા. તેમની સંભાળ રાખનાર પરિવારમાં કોઇ વધ્યું નહોતું. કુમારભાઇએ 40 વર્ષ સુધી સૌરાષ્ટ્રમાં સંઘનો પ્રચાર-પ્રસાર કર્યો હતો. તેઓ સ્વાભિમાન ધરાવતા હતા અને કોઇ સામે હાથ ફેલાવવામાં માનતા ન હતા. વૃદ્ધાવસ્થા દરમિયાન અનેક લોકો તેમને મદદ કરવા સામે આવ્યા પણ તેઓ માન્યા નહીં. રાજકોટથી દૂર કોટડાસાંગાણીના ભડલી ગામે રહેવા ગયા હતા. તેમને કેન્સરનું ઓપરેશન, લોહી ગંઠાવવાની આડઅસર અને ચામડીનો રોગથી પીડાતા હતા.

 

કુશાભાઉ અને કુમારભાઈ બંને પિતરાઈ 

 

ભાજપના પૂર્વ રાષ્ટ્રીય અધ્યક્ષ અને સંઘપ્રચારક કુશાભાઉ ઠાકરેના પિતા ડો.સુંદરરાઉના મોટાભાઈનું નામ દ્વારકાનાથ હતું. દ્વારકાનાથના પુત્ર કુમારભાઉ હતા. જેઓ રાજકોટ આવતા કુમારભાઉથી કુમારભાઇ થઇ ગયા હતા. કુશાભાઉના નામ ઉપર અમદાવાદ કોમ્યુનિટી હોલ છે. આ ઉપરાંત રાયપુરમાં યુનિવર્સિટી ઓફ જર્નાલિઝમ, શાહદોલમાં હોસ્પિટલ અને ભોપાલમાં નર્સિંગ કોલેજ છે. સરકારે તેમની સ્મૃતિમાં ઈન્દોરમાં કુશાભાઉ માર્ગ જ્યારે ભોપાલની બસ ટર્મિનલને કુશાભાઉ ઠાકરે નામ આપ્યું છે. 

 

મોરબીના લીલાપરમાં જમીન મુદ્દે બે જૂથ વચ્ચે અથડામણ, પિતા-પુત્ર અને ભત્રીજાની હત્યા

 

આગળની સ્લાઇડ્સ સેવાકીય સ્વભાવને લીધે પ્રવીણકાકા અને મોદી સાથે પણ સંપર્કમાં રહ્યા.