તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રાજકોટમાં બિમારીથી કંટાળી દંપતીએ ટ્રેન હેઠળ ઝંપલાવી કર્યો આપઘાત

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર

રાજકોટઃ  શહેરના પ્રૌઢ દંપતિએ આજે રવિવારે સવારે મોરબી રોડ પર ફાટક પાસે ટ્રેન નીચે ઝંપલાવી આપઘાત કરી લેતા તેમના પરિવારમાં ભારે ગમગીની છવાઇ ગઇ છે. પ્રાપ્ત વિગત મુજબ દંપતી ગુણવંતભાઇ બુદ્ધદેવ અને તેમના પત્ની જ્યોતિબેનએ સવારે 10 વાગ્યે માતાજીનાં દર્શન કરવા સણોસરા જવાનું કહી મોરબી રોડ ફાટકે  ટ્રેન નીચે ઝંપલાવી આપઘાત કરી લેતા તેમનો પરિવાર નોધારો બની ગયો છે. ગુણવંતભાઇના મૃતદેહ પાસેથી તેમના ખિસ્સામાંથી મળેલી સુસાઇડ નોટમાં પોતે બિમારીથી કંટાળીને આ પગલું ભર્યાનું જણાવ્યું હતું.  તેઓ મોટી ટાંકી ચોકમાં ટેક્ષ સલાહકાર તરીકે કામ કરતાં હતા.

 

અરબી સમુદ્રમાં લો-પ્રેશર સર્જાતા જાફરાબાદના દરિયાકાંઠે 1 નંબરનું સિગ્નલ લગાવાયું