તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખનો વિવાદ, સમજૂતી પડી ભાંગી, 65 વર્ષમાં પ્રથમવાર ચાલુ ટર્મમાં પ્રમુખ બદલાશે

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ પદે ગૌતમભાઇની વરણી - Divya Bhaskar
રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ પદે ગૌતમભાઇની વરણી

રાજકોટ: રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સના નવા પ્રમુખને લઇને વિવાદ સર્જાયો હતો. આજે ચેમ્બર ઓફ કોમર્સની ઓફિસ ખાતે બેઠક યોજાઇ હતી. જેમાં પ્રમુખની વરણીને લઇને ભારે વિવાદ સર્જાયો હતો. લેઉવા પટેલ વી.પી. વૈષ્ણવના નામ સામે હરીફ જૂથે કડવા પાટીદાર ગૌતમ ધમસાણીયાનું નામ મુકતા ખળભળાટ મચી ગયો હતો. સર્વાનુમતે વરણી થનારને બદલે સમજૂતી ભાંગી પડી છે અને મતદાનની માગણી કરવામાં આવી છે. મતદાન કરાતા રાજકોટ ચેમ્બરના પ્રમુખપદે ગૌતમ ભાઈની વરણી થઇ છે. મતદાનમાંદ ગૌતમભાઈને 14 મત અને વી.પી. વૈષ્ણવને 10 મત મળ્યા હતા. ચેમ્બરના પ્રમુખની વરણીના 65 વર્ષમાં ઇતિહાસમાં પ્રથમવાર ચાલુ ટર્મે પ્રમુખ બદલાયા છે.

 

રાજકોટમાં સેન્ટ્રલ સ્કૂલના બે વિદ્યાર્થીઓને શિક્ષકે માર મારતા હોબાળો