રાજકોટ: રાજકોટના ત્રિકોણ બાગ ખાતે આજે કોંગ્રેસ દ્વારા ખેડૂતોના પ્રશ્નોને લઇને ધરણાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો છે. જેમાં વિપક્ષ નેતા પરેશ ધાનાણી પણ આવી પહોંચ્યા છે. તેણે જણાવ્યું હતું કે, મુખ્યમંત્રી વિજય રૂપાણીનો મગફળી કાંડમાં ભાગ છે કે કેમ તેનો જવાબ તેના ઘરે જ એટલે કે રાજકોટમાં લેવા આવ્યો છું.
3500 કરોડની મગફળીમાં ભ્રષ્ટાચાર થયો છે
પરેશ ધાનાણીએ વધુમાં જણાવ્યું હતું કે, ગુજરાત સરકારે ખેડૂતો પાસેથી ખરીદેલી 3500 કરોડની મગફળીમાં ભ્રષ્ટાચાર થયો છે. ગોંડલના વેરાહાઉસ, શાપાર વેરાવળ, ધ્રોલ, ગાંધીધામમાં મગફળીમાં થયેલા ભ્રષ્ટાચારના પૂરાવાનો નાશ કરવા ગોડાઉનો સળગાવવામાં આવ્યા છે. તેમજ રાજકોટ માર્કેટ યાર્ડમાં પણ મગફળીના બારદાન સળગાવવામાં આવ્યા છે. મગફળીના નામે ધૂળ અને ઢેફા દાબવામાં આવે છે. આ અંગે અમે ઉચ્ચે કક્ષાએ અને કૃષિમંત્રીને વારંવાર રજૂઆત કરી પરંતુ બહેરી અને મુંગી સરકારે હજી સુધી કંઇ કર્યું નથી.
કોઇ નારાજ નથી, પાર્ટી શાંતિથી ચાલી રહી છે
સૌરાષ્ટ્રના કોંગ્રેસના નારાજ નેતાઓ વિશે તેણે જણાવ્યું હતું કે, કોઇ નારાજ નથી પાર્ટી શાંતિથી ચાલી રહી છે. આજે ધરણાના કાર્યક્રમમાં વિક્રમ માડમ, પીરજાદા પણ આવ્યા છે. કુંવરજીભાઇ બાવળીયા સિનિયોરિટીથી નારાજ છે તે મને ખબર નથી. કુંવરજીભાઇ અમારા વડીલ છે, તેના જે પ્રશ્નો હશે તે અમે માન્ય રાખીશું, તેની અવગણના ન થાય. તેઓ પાર્ટીના પાયાના કાર્યકર રહી ચૂક્યા છે.
ભાજપમાં આવતા દિવસોમાં લાવારીશ બોમ્બ ફાટે તેવી સ્થિતિ
ધાનાણી જણાવ્યું હતું કે, લોકસભાની ચૂંટણી પહેલા ભારતીય જનતા પાર્ટીના નેતાઓમાં નારાજગી જોવા મળી રહી છે. આજે પણ ભારતીય જનતા પાર્ટીના કેટલાક નેતાઓ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલને મળ્યા હતા અને રજૂઆત કરી હતી. ભાજપમા નારાજગી અને અસંતોષને લઇ નિવેદન આપતા ધાનાણીએ જણાવ્યું હતું કે, ભાજપ તમામ મોરચે નિષ્ફળ સાબિત થઇ છે, તમામ વર્ગમાં અસંતોષ છે. જેનો શિકાર ભાજપના જ ચૂંટાયેલા પ્રતિનિધિઓ બની રહ્યા છે અને તેના કારણે આવતા દિવસોમાં લાવારીસ બોમ્બ ફાટે તેવી સ્થિતિ સર્જાશે. ભાજપ આપાતકાલિન સરકાર છે અને આગામી લોકસભા ચૂંટણીમાં દેશ અને રાજ્યમાં ફરી પ્રજાનું રાજ આવશે.
ધાનાણીએ ગુજરાત સરકારના પૂતળાનું કર્યું ઓપરેશન
ધરણાના કાર્યક્રમમાં કોંગ્રેસ દ્વારા ગુજરાત સરકારનું પૂતળું બનાવવામાં આવ્યું હતું. વિપક્ષ નેતા પરેશ ધાનાણીએ પૂતળાનું ઓપરેશન કર્યું હતું. તેમજ મગફળનું પણ પૂતળું બનાવવામાં આવ્યું હતું. તેનું પણ ઓપરેશન કરવામાં આવ્યું હતું. જેમાંથી મગફળી ઓછી અને ધૂળ-ઢેફા નીકળ્યા હતા અને ધાનાણીએ કટાક્ષ કર્યો હતો કે ગુજરાત સરકારનું પણ આવી રીતે ઓપરેશન કરવું જોઇએ.
રાજકોટઃ ખેડૂતોના પ્રશ્નોને લઇ કોંગ્રેસના ધરણા, રીબડીયા હળ સાથે આવ્યા
આગળની સ્લાઇડ્સ કુંવરજી બાવળિયાએ સૂર બદલતા કહ્યું, અફવાઓનું બજાર ખૂબ જ ગરમ છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.