Home » Gujarat » Power & People » congress mla kunwarjibhai bawalia was a teacher in his initial days

શિક્ષકમાંથી બન્યા MLA-MP, પુત્રીનો થયો'તો ધારાસભામાં પરાજય, પુત્ર ડોક્ટર

Divyabhaskar.com | Updated - Jul 25, 2018, 05:02 PM

જસદણના જનડા ગામમાં જન્મ, 1988માં જનડા ગામમાં સરપંચની ચૂંટણી લડી રાજકીય કારકિર્દીની શરૂઆત કરી હતી

  • congress mla kunwarjibhai bawalia was a teacher in his initial days
    +5બીજી સ્લાઈડ્સ જુઓ
    કુંવરજીભાઇએ શિક્ષક હતા

    રાજકોટ: સૌરાષ્ટ્રમાં કોંગ્રેસના દિગ્ગજ નેતા તરીકે ઓળખાતા અને જસદણના કોંગ્રેસના ધારાસભ્ય કુંવરજીભાઇ બાવળીયાએ શિક્ષક તરીકે પોતાના કારકિર્દી શરૂ કરી હતી બાદમાં 1988માં જનડા ગ્રામ પંચાયતમાં સરપંચની ચૂંટણી લડી રાજકારણમાં ઝંપલાવ્યું હતું. જસદણની બેઠક પરથી કુંવરજીભાઇ ચાર વખત ધારાસભ્ય તરીકે ચૂંટાયા છે. જ્યારે 2009ની લોકસભાની ચૂંટણીમાં રાજકોટના સંસદ સભ્ય તરીકે ચૂંટાઇ આવ્યા હતા, પુત્ર ડોક્ટર છે.

    જસદણના જનડા ગામમાં જન્મ

    જસદણના જનડા ગામમાં રહેતા મોહનભાઇ બાવળીયાના ઘરે 16 માર્ચ 1955ના રોજ કુંવરજીભાઇનો જન્મ થયો હતો. કુંવરજીભાઇએ બીએસસીનો અભ્યાસ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં કર્યો હતો જ્યારે બીએડનો અભ્યાસ ગુજરાત યુનિવર્સિટીમાં કર્યો હતો. તેઓએ શરૂઆતમાં શિક્ષક તરીકેની કારકિર્દીની શરૂઆત કરી હતી. કુંવરજીભાઇના લગ્ન 25 એપ્રિલ 1980ના રોજ પારૂલબેન સાથે થયા હતા. સંતાનમાં બે દીકરી ભાવનાબેન અને ભાવિશાબેન તેમજ દીકરો મનિષ ડોક્ટર છે. કુંવરજીભાઇ પ્રથમ શિક્ષક તરીકે વીંછિયાની અજમેરા હાઇસ્કૂલમાં ફરજ બજાવી હતી.

    આગળની સ્લાઇડ્સ આવી રહી કુંવરજીભાઇ બાવળીયાની રાજકીય કારકિર્દી.

  • congress mla kunwarjibhai bawalia was a teacher in his initial days
    +4બીજી સ્લાઈડ્સ જુઓ
    1955માં જનડા ગામમાં જન્મ

    કુંવરજીભાઇએ રાજકીય કારકિર્દીની શરૂઆત 1988માં જનડા ગ્રામ પંચાયતમાં સરપંચની ચૂંટણી લડી કરી હતી. બાદમાં 1990માં ગુજરાત એસ.ટી. નિગમના ચેરમેન બન્યા હતા. પ્રથમ વિધાન સભા 1990માં જનતા દળમાંથી લડ્યા હતા અને તેમાં તેની હાર થઇ હતી. સમય જતા જનતા દળનું કોંગ્રેસમાં વિલિનીકરણ થયું હતું. ત્યારથી કુંવરજીભાઇ કોંગ્રેસ સાથે હતા. ચાર વખત વિધાનસભા જીત્યા છે અને એકવખત સાંસદ રહી ચૂક્યા છે. હાલ પણ તેઓ વર્તમાન ધારાસભ્ય જ હતા. સાથે અખિલ ભારતીય કોળી સમાજના પ્રમુખ તરીકેની ફરજ બજાવી રહ્યા છે. 2008માં પબ્લિક એકાઉન્ટ્સ કમિટીના ચેરમેન રહી ચૂક્યા છે.  2009માં ભારતીય મેમ્બર ઓફ કમિટી ઓન રૂરલ ડેવલોપર્સના સદસ્ય બન્યા હતા. પ્રથમ શિક્ષક તરીકે વીંછિયાની અજમેરા હાઇસ્કુલમાં ફરજ બજાવી હતી.


    આગળની સ્લાઇડ્સ તાલુકા સીટ પર ક્યાં પક્ષનો દબદબો.

  • congress mla kunwarjibhai bawalia was a teacher in his initial days
    +3બીજી સ્લાઈડ્સ જુઓ
    1988માં રાજકીય કારકિર્દીની શરૂઆત

    જસદણ સીટ પર 1990થી કોંગ્રેસનો દબદબો છે. જેમાં 2009ની પેટા ચૂંટણીમાં ભાજપના ડોક્ટર ભરત બોઘરા જીત્યા હતા. ભરત બોઘરા 

    સામે કુંવરજીભાઇ બાવળીયાની પુત્રી ભાવનાબેન જ ઉભા રહ્યા હતા. પરંતુ 2012માં ફરી ચૂંટણીઓમાં કોંગ્રેસે પોતાની પકડ મજબુત કરી 

    ભાજપ પાસેથી આ સીટ પાછી ખેંચી લીધી હતી. આ સીટ પર પટેલ, કોળી, કડવા પટેલ, ક્ષત્રિય, માલધારી, દલિત અને લઘુમતી સમાજનું 

    પ્રભુત્વ છે.


    તાલુકાની મહત્વની ઓળખ

     

    સોમનાથનું સ્વયંભુ સ્થાપિત શિવલિંગનું સ્થાપન કરવામાં આવ્યું છે તેવું ઘેલા સોમનાથ, હિંગોળગઢ અભિયારણ અને વિશ્વમાં પ્રખ્યાત એવા 

    આરતી વગાડવાના મશીન જસદણની મોટી ઓળખ છે.

     

    વધુ તસવીર જોવા આગળ ક્લિક કરો.......

  • congress mla kunwarjibhai bawalia was a teacher in his initial days
    +2બીજી સ્લાઈડ્સ જુઓ
    1990માં પ્રથમ વિધાનસભાની ચૂંટણી લડ્યા અને હાર મેળવી
  • congress mla kunwarjibhai bawalia was a teacher in his initial days
    +1બીજી સ્લાઈડ્સ જુઓ
    ચાર વખત જસદણ બેઠક પર વિધાનસભાની ચૂંટણીમાં ધારાસભ્ય તરીકે ચૂંટાઇ આવ્યા છે
  • congress mla kunwarjibhai bawalia was a teacher in his initial days
    2009માં રાજકોટ બેઠક પર લોકસભાની ચૂંટણી લડ્યા અને જીત મેળવી હતી
ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Gujarat

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

Trending

વીડિયો વધુ જુઓ