• Gujarati News
  • National
  • રાજકોટ કોંગ્રસનો કાર્યક્રમ, બાળકોએ પાવડાથી ખોદકામ કરી પંક્ચર કર્યા Congress Given Program Against Isue Letter Of Goverment At Rajkot

રાજકોટ કોંગ્રસનો કાર્યક્રમ, બાળકોએ પાવડાથી ખોદકામ કરી પંક્ચર કર્યા

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક

રાજકોટ: શિક્ષણમાં બાળકોને પંક્ચર કરતા શિખવાશે તેવા પરિપત્ર બાદ હોબાળો થયો હતો. આજે રાજકોટ કોંગ્રેસ શહેર સમિતિ  દ્વારા તેનો વિરોધ કરવામા આવ્યો હતો. જેમા ડીઇઓ કચેરી ખાતે બાળકોને પાવડા લઇ ખોદકામ કરાવી સાઇકલમા પંક્ચર કરાવી અનોખો વિરોધ કરી સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા. કોંગ્રેસનો આક્ષેપ છે કે, બાળકો પાસે ઇકો ક્લબના નામે બાળ મજૂરી કરવામાં આવી રહી છે. સરકાર નોકરી નથી આપી રહી તેથી બાળકોને અત્યારથી જ મજૂરીના પાઠ ભણાવાનું કહેવામા આવી રહ્યું છે.

 

ગુજરાત મોડલમાં અગાઉ જળસંચય વખતે પરિપત્રો કરીને શિક્ષકોને ફરજીયાત તગારા ઊંચકવા મોકલવામાં આવ્યાં હતા. હવે પ્રવેશોત્સવ સમયે વિદ્યાથીઓમાં કૌશલ્ય વધે તે માટે ટ્યુબ ટાયર પંક્ચરની તાલીમ આપવામાં આવશે. સરકાર દ્વારા આ પરિપત્ર કરવામાં આવ્યો છે. કોંગ્રેસે જણાવ્યું હતું કે, સરકારે જાહેર કરેલો પરિપત્ર પાછો ખેંચવામાં નહીં આવે તો આગામી દિવસોમાં ઉગ્ર આંદોલનો કરવામાં આવશે. 

 

વધુ તસવીર જોવા આગળ ક્લિક કરો.....