આચારસંહિતા ભંગ / વિકાસનાં કામોના સમાચાર પ્રસિદ્ધ કરવા બદલ કેબિનેટ મંત્રી જયેશ રાદડીયા સામે ચૂંટણી પંચમાં ફરિયાદ

Divyabhaskar.com

Mar 17, 2019, 03:48 PM IST
ફાઈલ તસવીર
ફાઈલ તસવીર
X
ફાઈલ તસવીરફાઈલ તસવીર

  • ચૂંટણી પંચની ઓનલાઈન વેબસાઈટ પર ફરિયાદ નોંધાઈ

રાજકોટઃ રાજ્યના કેબિનેટ મંત્રી જયેશ રાદડિયા સામે ચૂંટણી પંચની ઓનલાઈન એપ્લિકેશન પર આચારસંહિતા ભંગની ફરિયાદ નોંધાઈ છે. જયેશ રાદડિયાએ ધોરાજી પંથકમાં 45 કરોડના ખર્ચે તૈયાર થનાર રસ્તાની મંજુર કરાવી હોવાના સમાચાર પ્રસિદ્ધ કરાવ્યા હતાં. જે મામલે ચૂંટણી પંચની ઓનલાઈન એપ્લિકેશન પર આચારસંહિતા ભંગની ફરિયાદ નોંધાઈ છે. જયેશ રાદડીયા સામે ચૂંટણી પંચમાં ફરિયાદ નોંધાતા ધોરાજી-કંડોરણા પંથકમા ચર્ચા જાગી છે.

ચૂંટણી પંચ કાર્યવાહી હાથ ધરી: ધોરાજી-જામકંડોરણા તાલુકાના 7 ગામોમાંથી પસાર થતો 50 કિલોમીટરનો રોડ 45 કરોડના ખર્ચે મંજૂર કરાવ્યો છે. તેવી જાહેરાત 7 ગામોમાં સરપંચ આપી હતી. જેથી કેબિનેટ મંત્રી જયેશ રાદડિયા સામે ચૂંટણી પંચમાં ફરિયાદ નોંધાઈ છે. હાલ ચૂંટણી પંચ સમગ્ર મામલે કાર્યવાહી કરી રહ્યું છે.મહત્વનું છે કે ચૂંટણીને ધ્યાને રાખીને C-VIGIL એપ શરૂ કરી છે. જેના માધ્મયથી કોઈ પણ નાગરિક ફરિયાદ નોંધાવી શકે છે. 

શું છે C-VIGIL એપમાં?

1.લોકસભા ચુંટણીમાં આ એપ્લિકેશનની મદદથી રોકડ રકમનું વિતરણ, દારૂનું વિતરણ સહિતની ફરિયાદો કોઈપણ વ્યક્તિ કોઇપણ સ્થળેથી કરી શકશે. લોકસભાની ચૂંટણી જીતવા માટે રાજકીય પક્ષોના ઉમેદવારો દ્વારા સામદંડની નીતિ અપનાવતી હોય છે. જેમાં મતદારોને લોભામણી લાલચ આપવામાં આવે છે. તેમજ ઉમેદવારોના સમર્થકો દ્વારા ચૂંટણીમાં ભાંગફોડ પ્રવૃતિ પણ કરવામાં આવતી હોય છે.તેને ધ્યાને લઇને ચૂંટણી પંચ દ્વારા આવી પ્રવૃતિઓ નજર રાખવા માટે એક ખાસ 'સી-વિજિલ' (C-Vigil) તૈયાર કરી છે. આ એપના કારણે તમામ રાજકીય પક્ષોના ઉમેદવારો,સમર્થકો પર મતદારો જ સીધી નજર રાખી શકશે,કોઈ પણ સામાન્ય વ્યક્તિ કે મતદાર એપ પ્લે સ્ટોર પરથી એપ ડાઉનલોડ કરી શકશે ,જેમાં કોઇ પણ નાગરિક આચારસંહિતાનું ભંગ કરવા અંગે ચૂંટણી પંચને સીધી ફરિયાદ કરી શકશે. 
એપ પર 24 કલાક નિગરાની
2.સી વિજિલ એપ્લિકેશન પાછળ દરેક જગ્યાએ અધિકારીઓ દ્વારા કંટ્રોલ રૂમ ઉભા કરી તેમાં એપ્લિકેશન પર 24 કલાક નજર રાખી શકે તેવા વ્યક્તિઓને બેસાડવામાં આવ્યા છે જેઓ 24 કલાક ઓનલાઇન રહીને એપ દ્વારા મળતી માહિતીને સબંધિત અધિકારીઓને પહોંચાડશે. જેની કાર્યવાહી થતાં માત્ર 90 મિનિટનો સમય લાગશે.
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી