ઉજવણી / વિજય રૂપાણીએ મિત્રો સાથે રાજકોટમાં ચગાવી પતંગ, ગ્રુપનું નામ ડર્ટી ડઝન છે

CM vijay rupani celebrate makarsankranti in rajkot
X
CM vijay rupani celebrate makarsankranti in rajkot

  • અંજલીબેને ધીંગા મસ્તી જોઇ બાર લોકોની મિત્રતાને 'ડર્ટી ડઝન' નામ આપી દીધું હતું
  • ચૂંટણી લક્ષી જાહેરાત કરનારાઓની દુકાનો બંધ થઈ છે: રૂપાણી

DivyaBhaskar.com

Jan 14, 2019, 05:05 PM IST

રાજકોટ: રાજકોટમાં વિજય રૂપાણીએ પત્ની અંજલીબેન સાથે પતંગ ચગાવી હતી. મિત્રો સાથે પતંગ ચગાવી ઉત્તરાયણની ઉજવણી કરી હતી. સીએમના મિત્રોના ગ્રુપનું નામ ડર્ટી ડઝન છે. દર વર્ષે રૂપાણી પોતાના આ ગ્રુપ સાથે પતંગ ચગાવી ઉજવણી કરે  છે. આ પ્રસંગે રૂપાણીએ જણાવ્યું તું કે, અનામતનો કાયદો એ માત્ર ચૂંટણીલક્ષી જાહેરત જ નહીં કાયદો બનાવી અમલમાં પણ લાવ્યા. ચૂંટણીલક્ષી જાહેરાત કરનારાઓની દુકાનો બંધ થઇ છે. 


 

30 વર્ષ જૂનું ગ્રૂપ, સીએમના પત્નીએ નામ આપ્યું છે

ગ્રૂપ મેમ્બર મનસુર અલી અકબરઅલી જસદણવાલાએ જણાવ્યું હતું કે, અમે 1972થી 75 સુધી ધર્મેન્દ્રસિંહ કોલેજમાં સાથે હતા. ત્યારથી આજ સુધી 12 મિત્રો એવા છીએ કે સારા માઠા પ્રસંગોમાં સાથે જ હોઇએ. હવે અમારા સંતાનના ઘરે સંતાનો આવ્યા છતાં તે એકબીજાના પરિવારને ઓળખે છે. વિજય રૂપાણીના પત્નીએ અમારી મિત્રતા અને ધીંગા મસ્તી જોઇ બાર લોકોની મિત્રતાને 'ડર્ટી ડઝન' નામ આપી દીધું હતું. હવે અમારી ટોળકી આ નામથી જ ઓળખાય છે
2. મકરસંક્રાતે એક ધાબે સાથે પતંગ ચગાવાનો નિયમ
'ડર્ટી ડઝન' ગ્રૂપના સભ્યો ત્રણ દાયકાથી પરિવારની જેમ જ રહે છે. વોટ્સઅપ તો હવે આવ્યું. મનસુર અલી જસદણવાળા જણાવે છે કે, આજના સમયે અમારા પરિવારની ત્રીજી પેઢી એકબીજાને ઓળખે. મકરસંક્રાતિ હોય તો આજની તારીખે પતંગ સાથે જ એક ધાબેથી ચગાવા એકઠા થઇએ. વિજયભાઇનો કોલેજ કાળથી જ સંગઠનનો સ્વભાવ હતો બધાને સાથે રાખવામાં જ માનતા અને લીડરની ભૂમિકામાં જ રહેતા.
 
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી