પેટાચૂંટણીઃ જસદણનો જંગ જીતવા CMના પત્ની પ્રચારમાં, મહિલા મતદારોનો સીધો સંપર્ક કરે છે

divyabhaskar.com

Dec 08, 2018, 06:24 PM IST
ડાબેથી બીજા અંજલી રૂપાણી તથા મહિલા મતદારો
ડાબેથી બીજા અંજલી રૂપાણી તથા મહિલા મતદારો

* સ્થાનિક ભાજપ પર રૂપાણીને ભરોસો ન હોવાથી પત્નીને બેઠકની જવાબદારી સોંપી હોવાની ચર્ચા


રાજકોટ: આગામી 20 ડિસેમ્બરના રોજ યોજાનાર જસદણ પેટા ચૂંટણી જીતવા માટે ભાજપ-કોંગ્રેસ પરસેવો પાડે છે. આ બેઠક કબજે કરવા મુખ્યમંત્રી રૂપાણીના પત્ની અંજલીબેને પ્રચારની કમાન સાંભળીને મહિલા મતદારોને સીધો સંપર્ક કરી રહ્યા છે.


કોંગ્રેસી કોર્પોરેટર જલ્પાબેન કુબાવત ભાજપનો પ્રચાર કરતા હોવાથી સસ્પેન્ડ

જસદણ નગરપાલિકાના વોર્ડ નંબર 8ના કોંગ્રેસના કોર્પોરેટર જલ્પાબેન કુબાવત ભાજપનો ખેસ પહેરી ડોર ટુ ડોર પ્રચાર કરતા હોવાના ફોટોઝ વાઈરલ થયા હતા. જેને પગલે જિલ્લા કોંગ્રેસ પ્રમુખ હિતેશ વોરા દ્વારા તેમને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.

X
ડાબેથી બીજા અંજલી રૂપાણી તથા મહિલા મતદારોડાબેથી બીજા અંજલી રૂપાણી તથા મહિલા મતદારો
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી