શરૂઆત / મુખ્યમંત્રીએ પત્ની અંજલિ રૂપાણી સાથે રાજકોટ શહેર-જિલ્લામાં ફરનારી WoW બસને પ્રસ્થાન કરાવ્યું

મુખ્યમંત્રી તથા અન્ય મહાનુભાવોએ 11 બાળકોને WoW કિટ્સ આપી
મુખ્યમંત્રી તથા અન્ય મહાનુભાવોએ 11 બાળકોને WoW કિટ્સ આપી
બસમાં બાળકોને તારામંડળની પણ માહિતી અપાશે
બસમાં બાળકોને તારામંડળની પણ માહિતી અપાશે
બસમાં પ્રાથમિક સારવારના સાધનો, સેનેટરી નેપકિન વેન્ડિંગ મશીન રાખવામાં આવ્યા છે
બસમાં પ્રાથમિક સારવારના સાધનો, સેનેટરી નેપકિન વેન્ડિંગ મશીન રાખવામાં આવ્યા છે

divyabhaskar.com

Jan 14, 2019, 04:46 PM IST

રાજકોટઃ મુખ્યમંત્રી રૂપાણીએ રાજકોટ જિલ્લાના ખાસ વિસ્તારોમાં શિક્ષણના પ્રસાર માટે ફરનારી વિઝડમ ઓન વ્હિલ્સ એટલે કે WoW બસને ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું હતું. જિલ્લા વહીવટી તંત્ર દ્વારા શરૂ કરાયેલી આ WoW બસ, રાજકોટ શહેર અને જિલ્લાના ખાસ વિસ્તારોમાં વસતા શિક્ષણથી વંચિત બાળકોને શિક્ષણના મુખ્ય પ્રવાહમાં લાવવા માટે ફરવાની છે. આ સિવાય મુખ્યમંત્રી તથા અન્ય મહાનુભાવોએ 11 બાળકોને WoW કિટ્સ આપી હતી. આ કિટ્સમાં શિક્ષણને લગતા સાધનો રાખવામાં આવ્યા હતાં.

આ પ્રસંગે ધારાસભ્ય લાખા સાગઠિયા, મેયર બિનાબેન આચાર્ય, અંજલીબેન રૂપાણી, નીતિન ભારદ્વાજ, પૂર્વ ધારાસભ્ય ભાનુબેન બાબરિયા, પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ સહિત અનેક મહેમાનો ઉપસ્થિત રહ્યા હતા.


શું છે WoW બસ ?


સ્વાંત સુખાય યોજના હેઠળ કલેક્ટર ડૉ. રાહુલ ગુપ્તા દ્વારા WoW બસની અભિનવ પહેલ હાથ ધરી છે. આ બસ રાજકોટ શહેર અને જિલ્લાના ખાસ વિસ્તારોમાં ફરશે અને બાળકોને ગમ્મત સાથે જ્ઞાન આપી તેને શિક્ષણના મુખ્ય પ્રવાહમાં લાવવામાં આવશે.

આગળ જાણો WoW બસ કેવી રીતે કામ કરશે? અને સુવિધાઓ અંગે

X
મુખ્યમંત્રી તથા અન્ય મહાનુભાવોએ 11 બાળકોને WoW કિટ્સ આપીમુખ્યમંત્રી તથા અન્ય મહાનુભાવોએ 11 બાળકોને WoW કિટ્સ આપી
બસમાં બાળકોને તારામંડળની પણ માહિતી અપાશેબસમાં બાળકોને તારામંડળની પણ માહિતી અપાશે
બસમાં પ્રાથમિક સારવારના સાધનો, સેનેટરી નેપકિન વેન્ડિંગ મશીન રાખવામાં આવ્યા છેબસમાં પ્રાથમિક સારવારના સાધનો, સેનેટરી નેપકિન વેન્ડિંગ મશીન રાખવામાં આવ્યા છે
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી