યુવાને ગમતી ક્લાસમેટ યુવતીને ઇન્સ્ટાગ્રામમાં લવ રિલેશન રાખવા મેસેજ કર્યો, યુવતીએ ના પાડતા ફડાકા ઝીંક્યા

યુવતીને રસ્તા પર આંતરી સ્કૂટરની ચાવી કાઢી લઇ બાવડું પકડી ફડાકા ઝીંક્યા

DivyaBhaskar.com | Updated - Sep 13, 2018, 03:14 AM
Classmate approached Instagram tie affair, saying the student attacked

રાજકોટઃ સાયન્સ ફેકલ્ટીમાં અભ્યાસ કરતી યુવતીને તેના સ્કૂલ સમયના સાથી વિદ્યાર્થીએ ઇન્સ્ટાગ્રામથી સંપર્ક કરી પ્રેમસંબંધ રાખવા કહ્યું હતું. જો કે, યુવતીએ સંબંધ રાખવાની ના કહેતા યુવકે યુવતીને રસ્તા પર આંતરી ફડાકા ઝીંક્યા હતા અને સોશિયલ મીડિયાના ફોટા એડિટ કરી વાઇરલ કરી દેવાની ધમકી આપી હતી.


રૈયા ચોકડી પાસેના શાંતિનિકેતન પાર્કમાં રહેતી પ્રિયંકા ઉર્ફે પીયુ કૌશિકભાઇ સોનેજી (ઉ.વ.19)એ યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે સ્વામિનારાયણ મંદિર સામેની હરિહર સોસાયટીમાં રહેતા સાહિલ પ્રવીણ કણસાગરાનું નામ આપ્યું હતું. પ્રિયંકાએ ફરિયાદમાં જણાવ્યું હતું કે, પોતે ધોળકિયા સ્કૂલમાં ધોરણ-12 સાયન્સમાં અભ્યાસ કરતી હતી ત્યારે તેની સાથે સાહિલ કણસાગરા પણ અભ્યાસ કરતો હતો. ક્લાસની કેટલીક યુવતીઓએ મોબાઇલમાં ઇન્સ્ટાગ્રામમાં એક ગ્રૂપ બનાવ્યું હતું. શાળાકીય અભ્યાસ બાદ તમામ સહેલીઓ ઇન્સ્ટાગ્રામથી સંપર્કમાં હતા. સાહિલે પણ ઇન્સ્ટાગ્રામથી પ્રિયંકાનો સંપર્ક શરૂ કર્યો હતો અને ધીમેધીમે મેસેજ બાદ મોબાઇલ પર વાતચીત શરૂ થઇ હતી.

ચારેક મહિના પૂર્વે સાહિલે યુવતીને ફ્રેન્ડશિપનું કહેતા પ્રિયંકાએ તેનો ઇનકાર કર્યો હતો. પ્રિયંકાએ મિત્રતા ફગાવતાં સાહિલે દારૂ-સિગારેટ પી પોતાની જાતને ખતમ કરી દેવાની ચીમકી આપી હતી, જોકે યુવતીએ પોતાને વિવેક સાથે મિત્રતા હોવાનું કહી સાહિલ કણસાગરાનો નંબર બ્લોક કરી નાખ્યો હતો. આમ છતાં સાહિલે પીછો છોડ્યો નહોતો અને બીજા નંબર પરથી યુવતીને મેસજ કરી બ્લેકમેઇલ કરતો હતો.

X
Classmate approached Instagram tie affair, saying the student attacked
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App