રાજકોટમાં સિટી બસ ચાલકે રિક્ષા ડ્રાઇવરને જાહેરમાં ફડાકા મારી ફાડ્યો શર્ટ, પેસેન્જર બેસાડવા મુદ્દે માથાકૂટ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સિટી બસના ડ્રાઇવરે રિક્ષા ડ્રાઇવરને જાહેરમાં ફટકાર્યો - Divya Bhaskar
સિટી બસના ડ્રાઇવરે રિક્ષા ડ્રાઇવરને જાહેરમાં ફટકાર્યો

રાજકોટ: રાજકોટમાં ત્રિકોણ બાગ પાસે સિટી બસ અને રિક્ષા ચાલક વચ્ચે પેસેન્જર બેસાડવા મુદ્દે મારમારીના દ્રશ્યો સર્જાયા હતા. આવા દ્રશ્યોનો વીડિયો સોશિયલ મિડીયામાં વાયરલ થયો હતો. પેસેન્જર બેસડવા મુદ્દે બન્ને ડ્રાઇવર વચ્ચે ઉગ્ર બોલાચાલી થઇ હતી. જેમાં રિક્ષા ચાલકે બસના ડ્રાઇવરને કહ્યું હતું કે કાચ ફોડી નાખીશું. ત્યારે ઉગ્ર બનેલા બસ ચાલકે રિક્ષાવાળાને જાહેરમાં ફડાકા ઝીંકી દીધા હતા.

 

સિટી બસ બેફામ દોડી રહી છે તેવી ઉઠતી ફરિયાદો

 

કોઠારિયા અને મેટોડા રૂટની 15 નંબરની બસ ત્રિકોણબાગ પાસે આવી ત્યારે બસના ડ્રાઇવર અને રિક્ષાના ડ્રાઇવર વચ્ચે  પેસેન્જર બેસાડવા મુદ્દે બોલાચાલી થઇ હતી. આ બોલાચાલી મારામારીમાં ફેરવાઇ હતી. બસ ચાલકે રિક્ષાવાળાને ફડાકા મારી શર્ટ ફાડી નાખ્યો હતો. રિક્ષા ચાલકે બે હાથ જોડી માફી પણ માંગતો વીડિયોમાં નજરે પડી રહ્યો છે. બીજી તરફ રાજકોટ શહેરમાં સિટી બસ ચાલકો સામે પણ ફરિયાદો ઉઠી રહી છે. ઓવર સ્પીડ અને અસલામત ડ્રાઇવિંગ થઇ રહ્યું હોવાનું ચર્ચામાં છે. ઉલ્લેખનીય છે કે આ પહેલા પણ અનેક વખત સિટી બસના ચાલકોની દાદાગીરી સામે આવી ગઇ છે. જો આ મામલાને લઇ હવે શું થશે તે જોવાનું રહ્યુ મામલો પોલીસમા જાય છે કે પછી વીડિયોના આધારે મહાનગપાલિકા સિટી બસના ડ્રાઇવર પર કોઇ પગલા લે છે કેમ તેવી ચર્ચાએ જોર પકડ્યું છે.

 

મોરબીમાં ગરબીમાં બે યુવાન પર 6 શખ્સોનો હુમલો, એકની હત્યા, મૃતદેહ પોલીસ સ્ટેશન લઇ જવાયો'તો

 

વધુ તસવીર જોવા આગળ ક્લિક કરો...........