ચીનની જાસૂસ છે 42 એપ્સ, લોકોનો ડેટા ચોરાઇ રહ્યો છે : સરકાર અજાણ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક

રાજકોટ: ઇન્ડિયન ઇન્ટેલિજન્સ  એજન્સીએ ત્રણ માસ પહેલા રિપોર્ટ આપ્યો હતો કે, 42 અેપ્સ યુઝર ડેટા ચોરીને તેને ચાઇના મોકલી રહી છે. આ એપ્સનો ઉપયોગ જાસૂસી માટે થઇ શકે છે તે માટે તેને દૂર કરવા સૂચના આપવી જોઇએ. એજન્સીના રિપોર્ટ બાદ બોર્ડર પર તુરંત જ આવી એપ્સને દૂર કરવા સૂચના આપી દેવાઇ હતી જેથી અધિકારીઓ અને સૈનિકોના લોકેશન કે બીજી કોઇ માહિતીની ચોરી થતી અટકાવી શકાય. જો કે, દેશના નાગરિકો સુધી આ વાત પહોંચે એવી કોઇ વ્યવસ્થા કે જાગૃતિના કાર્યક્રમો રાજ્ય સરકાર કે કેન્દ્ર સરકાર દ્વારા કરવામાં આવતા નથી.

 

ટ્રુુ કોલર અને યુસી બ્રાઉઝર

 


ટ્રુુ કોલર અને યુસી બ્રાઉઝર તેમજ વેબ બ્રાઉઝરમાંથી ઓપન કરાતા ફેસબુક પણ ડેટા ચોરી કરતા હોવાનું રાજકોટના ઇન્ટરનેટ એક્સપર્ટ ભાવેશ અટારાએ ચાર દિવસ પહેલા જણાવ્યું હતું. આમ છતાં કોઇ પગલાં શહેર કક્ષાએ પણ ભરવામાં આવ્યા નથી.

 

જાસૂસી કરતી એપ્સ

 

- Truecaller

- UC browser
- UC news
- We chat
- Weibo