અકસ્માત / જેતપુરમાં સગાઇ બાદ ફરવા નીકળેલા યુવક-યુવતીની કાર ડીવાઇડર પર ચડી ગઇ, ફિયાન્સીનું મોત

DivyaBhaskar.com | Updated - Jan 14, 2019, 01:39 PM
  X

  • ગોંડલના યુવાનની સગાઇ જામકંડોરણાની યુવતી સાથે થઇ હતી

  જેતપુર: જેતપુરના નવાગઢ વિસ્તારમાં શ્વાનને બચાવવા જતા ચાલકે સ્ટિયરિંગ પરનો કાબૂ ગુમાવતા કાર ડીવાઇડર પર ચડી ગઇ હતી. જેમાં જામકંડોરણાની યુવતી હર્ષાબેન રાદડિયા (ઉ.23)નું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. જ્યારે યુવકને ગંભીર ઇજા પહોંચતા સારવાર માટે હોસ્પિટલ ખસેડાયો છે. સગાઇ બાદ બંને ફરવા નીકળ્યા હતા.

  મારૂતિ સ્વીફ્ટ કારમાં બંને ફરવા જતા હતા

  1.

  પ્રાપ્ત વિગત મુજબ યુવક ગોંડલનો અને હર્ષાબેન જામકંડોરણા હતા. બંનેની તાજેતરમાં જ સગાઇ થઇ હતી. સગાઇ બાદ બંને સ્વીફ્ટ કારમાં ફરવા જતા હોવાનું જાણવા મળ્યું હતું.  

  COMMENT

  Recommended

  પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

  ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
  Read In App