રાજકોટ ડિમોલિશનમાં ભાજપ અગ્રણીની પોલીસ સાથે ઝપાઝપી, CPએ કહ્યું PIનું પણ ગેરવર્તન હતું

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક

રાજકોટ: મનપાની વિજિલન્સ શાખા દ્વારા રવિવારે બપોરે જ્યુબિલી નજીક આવેલા ભાજપના વોર્ડ નં.3ના પ્રભારી દિનેશ કારિયાની દુકાન પાસેનો ઓટલો તોડવાની કાર્યવાહી શરૂ કરતાં જ સત્તાના મદમાં બેફામ બનેલા દિનેશે કામગીરી કરી રહેલા સ્ટાફને ગાળો આપી હતી, જો કે ત્યારબાદ એ.ડિવિઝન પોલીસ સ્ટેશનના પીઆઇ સોનારાએ દિનેશ કારિયાને પોલીસ મથકે લઇ જઇ કાયદાનું ભાન કરાવ્યું હતું. રાજકોટ પોલીસ કમિશનર મનોજ અગ્રવાલે આ મુદ્દે જણાવ્યું હતું કે, સમગ્ર પ્રકરણની તપાસ એસીપીને સોપવામા આવશે તેનો રિપોર્ટ આવ્યે નિર્ણય લેવામા આવશે. જેનો વાંક હશે તેની સામે ચોક્કસપણે પગલા ભરવામા આવશે. પ્રાથમિક દ્રષ્ટિએ પીઆઇએ ગેરવર્તન કર્યાનું જાણવા મળ્યું હતું.

 

ડિમોલિશનમાં રોકવા ભાજપ અગ્રણીની દાદાગીરી, પોલીસે કાયદો સમજાવ્યો હતો, બદલી માટે કર્યા ગાંધીનગર ફોન 

 

મહાનગરપાલિકામા દબાણ હટાવ ઝુંબેશ ચાલી રહી છે. જેના ભાગરૂપે ગઇકાલે રવિવારે પરાબજાર વિસ્તાર ઓટલા તોડવામા આવ્યા હતા. તેમાં ભાજપ અગ્રણીએ કામગીરી રોકવા પૂરા પ્રયાસો કર્યા હતા. સમગ્રે મુદ્દે ભાજપના લોકોએ એ ડિવીઝન પીઆઇની બદલી કરવા ગાંધીનગર સુધી ફોનનો મારો ચલાવ્યો છે. જો કે ભાજપ અગ્રણી સિવાય પણ તેની દુકાન સાથે અન્ય દુકાનોના પણ ઓટલા તોડવામાં આવ્યા હતા. પરંતુ જાણે સત્તા હોય એટલે ગમે ત્યાં દબાણ કરવાની છૂટ હોય તેવું ચિત્ર ઉપસ્યું હતું. ફરી સત્તાની જીત થશે કે કાયદો ફાવશે તેની ચર્ચા ચાલી રહી છે. જો કોઇ સામાન્ય નાગરિકે આ રીતનો વ્યવહાર કર્યો હોત તો ભાજપ અને પોલીસ બન્ને એક થઇને તેને જણાવી દેત કે કાયદા બધા માટે સરખા હોય પરંતુ આ વખતે સત્તાધીશ ભાજપ અને પોલીસ સામ સામે આવી છે કાયદો ફાવશે કે પછી ફરી એક વાર સત્તા નીચે કાયદો કચડાશે તે જોવુ રહ્યું.

 


સ્ટેન્ડિંગ ચેરમેન દોડી જઇ અધિકારીઓને ઉધડા લીધા

 

ભાજપ અગ્રણીની દુકાનના ઓટલા તોડવા બાબતે રાજકારણ ગરમાયું છે, જેને લઇને સ્ટેન્ડિંગ ચેરમેન ઉદય કાનગડ દોડી જઇ અધિકારીઓને ઉધડા લીધા હતા. ગેરકાયદેસર બાંધકામ કરતી બાંધકામ સાઇટો પર મ્યુનિસિપલ કમિશનરને સ્થળ વિઝીટ કરાવી કહ્યું આ ગેરકાયદેસર બાંધકામ તોડોને. નાના વેપારીઓની દુકાનના ઓટલા તોડવામાં આવે તે ચલાવી નહીં લેવાય. એક તરફ સરકાર પાર્કિંગ મુદ્દે કડક વલમ અપનાવવાની વાતો વચ્ચે ભાજપના જ નેતાઓ મેદાને ઉતર્યા છે. 

 

મનપાના ડિમોલિશન સામે ભાજપ અગ્રણી દિનેશ કારિયાની દાદાગીરી, ઝપાઝપી કરી

 

વધુ તસવીર જોવા આગળ ક્લિક કરો.....