રાજકોટમાં ઉલ્ટી ગંગા: જમાઇએ પીધું સાસરીયાના ત્રાસથી ઝેર, ગંભીર

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક

રાજકોટ: સામાન્ય રીતે પરિણીતાઓ પર સાસરિયા ત્રાસ આપવાના કિસ્સાઓ સામે આવતા હોય છે. પરંતુ આજે ઉલ્ટી ગંગા સમાન કિસ્સો સામે આવ્યો છે. કોઠારીયા રોડ રહેતાં લેઉવા પટેલ યુવાને રિસામણે બેઠેલી પત્ની અને સાસરિયાના અનહદ ત્રાસ આપવાને કારણે ઝેર પીવા મજબૂર થયાનું સામે આવ્યું હતું. યુવકે ઝેર પી લેતા તેને સિવિલ હોસ્પિટલે ખસેડવામાં આવ્યો હતો.

 

હરિ ધવા રોડ પર વિક્રાંતિનગરમાં રહેતાં જયેશ નાગજીભાઇ વાસાણી (ઉ.વ.28) નામના યુવાને સવારે ઝેર પી લેતા સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જયેશ એક બહેનથી નાનો અને પિતાનો એકનો એક આધારસ્તંભ છે. તે પ્રાઇવેટ નોકરી કરે છે. જયેશના ત્રણ વર્ષ પહેલા આર્યનગરની કિરણ સાથે લગ્ન થયા હતા જે બે વર્ષથી રિસામણે છે. કિરણને સાસરામાં ગમતું નહીં હોવાનું કહીને જતી રહી હતી. જયેશ સામે મહિલા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો હતો. જેને લઇ સાસરીયાઓ તરફથી વારંવાર દબાણ અપાતું અને ધમકીઓ મળતા આખરે કંટાળી જઇને ઝેર પીવા મજબૂર થયો હતો.