શ્રાવણ અગાઉ મોટો નિર્ણય: રાજકોટમાં શિવના દુગ્ધાભિષેક પર રોક, પ્રતીકાત્મક દૂધ ચઢશે

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક

રાજકોટ: આગામી તારીખ 12ને રવિવારથી પવિત્ર શ્રાવણ માસનો પ્રારંભ થવા જઈ રહ્યો છે. શહેરના નાના-મોટા તમામ શિવમંદિરોમાં રવિવારથી હર હર મહાદેવનો નાદ ગૂંજી ઊઠશે અને શિવલિંગ પર ભક્તો આખો શ્રાવણમાસ દુગ્ધાભિષેક કરશે ત્યારે શહેરના રૈયારોડ પર બ્રહ્મસમાજમાં આવેલા રામેશ્વર મહાદેવ મંદિરના સંચાલકોએ અનોખી પહેલ કરી છે. આખો શ્રાવણમાસ દરમિયાન મંદિરમાં શિવલિંગ પર દૂધનો અભિષેક કરવા પર અહીં પાબંધી ફરમાવી છે.


ભક્તોએ માત્ર શિવજીને પ્રતીકરૂપે બે ટીપાં દૂધ ચઢાવી બાકીનું દૂધ આસપાસની ચાર જેટલી સોસાયટીના ગરીબ અને જરૂરિયાતમંદોને આપવા નિર્ણય કરાયો છે. જીવનનગર વિકાસ સમિતિ સંચાલિત રામેશ્વર મહાદેવ મંદિરે શિવને પ્રતીક દૂધ ચઢાવી બાકીનું વધેલું દૂધ એકઠું કરી બપોરે ચાર સોસાયટીમાં રહેતા અશક્ત વૃદ્ધ દંપતી, શાળા તથા ગરીબ વસાહતમાં વિતરણ કરવામાં આવશે. 

અન્ય સમાચારો પણ છે...