ભાજપના પૂર્વ રાષ્ટ્રીય અધ્યક્ષના પિતરાઇ ભાઇ રાજકોટની સરકારી હોસ્પિટલમાં લાવારિસ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક

રાજકોટ: સંઘના પ્રચારક અને ભાજપના પૂર્વ રાષ્ટ્રીય અધ્યક્ષ રહી ચૂકેલા અને પોતાના પરિવારજનોને પણ સંઘના માર્ગે ચાલતા કરનાર કુશાભાઉ ઠાકરેના પિતરાઇ ભાઇ રાજકોટની સિવિલ હોસ્પિટલમાં લાવારિસ હાલતમાં છે. તેમની સંભાળ રાખનાર પરિવારમાં કોઇ વધ્યું નથી. આ વાત ધ્યાને આવતા સીએમ વિજય રૂપાણીએ રાજકોટ સિવિલના સ્ટાફને દેખરેખનો આદેશ કરતા RSS અને સિવિલ સુપ્રિન્ટેન્ડેન્ટે મુલાકાત લઇ સ્ટાફને જરૂરી સૂચના આપી હતી.  

કુમારભાઈએ 40 વર્ષ સુધી સૌરાષ્ટ્રમાં સંઘનો પ્રચાર-પ્રસાર કર્યો હતો. તેઓ સ્વાભિમાન ધરાવતા હતા અને કોઇ સામે હાથ ફેલાવવામાં માનતા ન હતા. વૃદ્ધાવસ્થા દરમિયાન અનેક લોકો તેમને મદદ કરવા સામે આવ્યા પણ તેઓ માન્યા નહીં. રાજકોટથી દૂર કોટડાસાંગાણીના ભડલી ગામે રહેવા ગયા હતા. તેમને કેન્સરનું ઓપરેશન, લોહી ગંઠાવવાની આડઅસર અને ચામડીનો રોગ થતા હાલ તેઓ સિવિલ હોસ્પિટલના વોર્ડ નં-7માં એક ખૂણામાં પલંગ વગર જમીન પર લાવારિસની જેમ સબડી રહ્યા છે. હોસ્પિટલના સ્ટાફના જણાવ્યા અનુસાર કોઇક વાર એકાદ વ્યક્તિ આવે છે પણ કોઇ સાથે રહેતું નથી. 

 

કુશાભાઉ અને કુમારભાઈ બંને પિતરાઈ 

 

ભાજપના પૂર્વ રાષ્ટ્રીય અધ્યક્ષ અને સંઘપ્રચારક કુશાભાઉ ઠાકરેના પિતા ડો.સુંદરરાઉના મોટાભાઈનું નામ દ્વારકાનાથ હતું. દ્વારકાનાથના પુત્ર કુમારભાઉ છે જેઓ રાજકોટ આવતા કુમારભાઉથી કુમારભાઇ થઇ ગયા હતા. કુશાભાઉના નામ ઉપર અમદાવાદ કોમ્યુનિટી હોલ છે. આ ઉપરાંત રાયપુરમાં યુનિવર્સિટી ઓફ જર્નાલિઝમ, શાહદોલમાં હોસ્પિટલ અને ભોપાલમાં નર્સિંગ કોલેજ છે. સરકારે તેમની સ્મૃતિમાં ઈન્દોરમાં કુશાભાઉ માર્ગ જ્યારે ભોપાલની બસ ટર્મિનલને કુશાભાઉ ઠાકરે નામ આપ્યું છે. 

 

રાજકોટ મેરેથોનમાં મહાકૌભાંડ: 1 લાખના ફુગ્ગા, અઢી લાખની સેફટી પિન, ભૂતિયા વાહન દોડ્યા

 

 

આગળની સ્લાઇડ્સ ચાદર ગંદી થઇ ગઇ છે તે મારા શરીર પરથી ખાલી હટાવો: કુમારભાઇ