ખોડલધામ પ્રાણપ્રતિષ્ઠા: મૂર્તિમાં આ રીતે થયો'તો પ્રાણસંચાર, આ છે પૂરાવો

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક

રાજકોટઃ આજથી એક વર્ષ પહેલા પાટીદારો માટે આસ્થાનું કેન્દ્ર એવા ખોડલધામ મંદિરે પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ યોજાયો હતો. રાજકોટ ખોડલધામ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ મા ખોડલ સહિત 21 દેવી-દેવતાની ર્મૂતિઓની પ્રાણ પ્રતિષ્ઠા સાથે સંપન્ન થઈ હતી.  પ્રાણ પ્રતિષ્ઠાની પ્રતીતિ માટે એક ખાસ વિધિ કરવામાં આવે છે. જે તે પૂર્ણ થાય તો જ પ્રાણ પ્રતિષ્ઠા થઈ કહેવાય. ખોડલધામ ખાતે પણ આ વિધિ કરવામાં આવી હતી.


કેવી હોય છે વિધિ


ખોડલધામની પ્રાણ પ્રતિષ્ઠા કરનાર શાસ્ત્રી કૌશિકભાઈના અનુસાર તેમણે મા ખોડલના મુખ સામે અરીસો રાખ્યો હતો. ત્યારબાદ અરીસાને મંદિરના મુખ્ય યજમાન નરેશ પટેલને આપ્યો હતો જે તેમણે છાતીએ લગાડતાં જ તૂટી ગયો હતો. આ સામાન્ય લાગતી પણ બહુ મહત્વની વિધિ છે.  


મૂર્તિમાં પ્રાણ માટે મંગાય છે પૂરાવા


વાયકા પ્રમાણે પ્રાણ પ્રતિષ્ઠા બાદ ર્મૂતિમાં ચૈતન્ય આવ્યું કે નહીં પૂરાવો પૂજારી અને યજમાન ર્મૂતિ પાસે માંગે છે.  જેમાં દેવ કે દેવીની ર્મૂતિની સામે અરીસો ધરવામાં આવે છે. જો અરીસો તૂટી જાય તો ર્મૂતિમાં પ્રાણનો સંચાર થયો હોવાનું માનવામાં આવે છે. ખોડલધામ ખાતે પણ મા ખોડલ સામે ધર્યા બાદ અરીસો તૂટી ગયો હતો.


મંદિરની કલ્પના માનવ શરીર સાથે


મંદિરનો પ્રાણ પ્રતિષ્ઠા કરનાર શાસ્ત્રી કૌશિકભાઈ ત્રિવેદીએ જણાવ્યું હતું કે, મંદિરમાં મૂર્તિ પધારાવ્યા બાદ તેમાં ચૈતન્ય હોવું આવશ્યક છે. જેના માટે ચૈતન્ય પાઠનું તેની સમક્ષ પઠન કરીને પ્રાણાઁશ પૂરાય છે. મંદિરને દેવ પુરુષ કહેવામાં આવે છે, માનવ શરીરની કલ્પના મંદિર માટે કરવામાં આવી છે. મંદિરનું શિખર એ મસ્તક છે અને ધજા ને કેસ ગણવામાં આવ્યા છે. ગર્ભગૃહએ પેટ છે, ઝરૂખા એ કાન, ઘંટ એ અવાજ, દીવાને પ્રાણ ગણવામાં આવે છે. જ્યારે તેના પિલ્લર એ ઘૂંટણ છે.


આગળની સ્લાઈડ્સ ખોડલધામ પ્રાણ પ્રતિષ્ઠામાં કરવામાં આવેલી વિધિની અન્ય તસવીરો...

અન્ય સમાચારો પણ છે...