મોરબીમાં દલિત પરિવારે ચીમકી આપી ન હતી છતાં તંત્રમાં દોડધામ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક

મોરબી: મોરબીમાં વેચાણે લીધેલી જમીન વર્ષોથી ખાતે ન થતા સનાળા ગામનો એક પરિવાર સામુહિક આત્મવિલોપન કરવાનો હોવાની અફવા ઉડતા તંત્ર સાબદુ બન્યું હતું. કઇ અઘટીત ન બને  તેની તકેદારીના ભાગ રૂપે કલેક્ટર કચેરીમાં પોલીસ,ફાયર અને એમ્બ્યુલન્સ સહિતનો કાફલો ખડકી દેવાયો હતો. જોકે પરિવારે માત્ર કલેક્ટરે ચર્ચા માટે બોલાવ્યા હોવાથી આવ્યા હોવાનું જણાવ્યું હતું અને કલેક્ટરે યોગ્ય નિર્ણય કરવાની ખાતરી આપી હોવાનું જણાવ્યું હતું.

 

આ અંગે મળતી વિગત મુજબ મોરબીના શનાળા ગામે રહેતા અરજણ ભાઈ જેઠાભાઇ અને તેમના પરિવાર કલેક્ટર કચેરીમાં સામૂહિક આત્મવિલોપન કરશે તેવા સમાચાર મળતા તંત્ર હરકતમાં આવ્યું હતું અને કચેરીમાં સવારથી એ ડિવિઝન, બી ડિવિઝન પોલીસ સ્ટાફ,ફાયર અને એમ્બ્યુલન્સ સહિતનો કાફલો ખડકી દેવાયો હતો જ્યારે પરિવારને તેમના ઘરેથી કચેરીમાં લાવ્યા હતા.

 

પરિવાર સનાળામાં ખેતીની જમીન જે 1982 ખરીદી હોય પરંતુ અગાઉથી ખાતેદાર ન હોવાથી મૂળ માલિક અને પરિવાર વચ્ચ તકરાર થતા  કોર્ટમાં કેસ પણ ચાલતો હતો.જેમાં સમાધાન થઈ ગયું હોય  છતાં હજુ ખાતેદાર તરીકે નામ ન ચઢતા અગાઉ કલેકટરને મળ્યા હતા. કલેકટર આઇ કે પટેલે આ પ્રશ્ન અંગે બે માસમાં યોગ્ય નિર્ણય આપવાની ખાતરી આપી હતી. આત્મવિલોપન અંગે અરજણભાઈએ કોઈ ચીમકી ન આપી હોવાનું જણાવતા અંતે તંત્રે રાહત અનુભવી હતી.

 

વધુ તસવીરો અને માહિતી માટે આગળની સ્લાઇડ્સમાં ક્લિક કરો...

અન્ય સમાચારો પણ છે...