મોરબી બસમાં બૉમ્બ મુક્યાના ફોનથી અફરાતફરી

Afraid of phone by bombing Morbi bus
Bhaskar News

Bhaskar News

Feb 27, 2018, 01:14 AM IST

મોરબી: મોરબીના નવા બસ સ્ટેન્ડના ડેપો મેનેજરને આજે બપોરના સમય અજાણ્યા નમ્બરથી ફોન આવ્યો હતો. ફોન કરનારે મોરબી છોટા ઉદેપુરની બસમાં બોમ્બ મુક્યો હોવાનું જણાવ્યું હતું. આ અંગે જાણ થતાં ડેપો મેનેજરે તુરંત મોરબી પોલીસ કન્ટ્રોલમાં ફોન કરી જાણ કરી હતી. પોલીસમાં ફોન થતા એસપીના માર્ગદર્શન મોરબી એસઓજી,બૉમ્બ ડિસ્પોસ સ્કોડ,ફાયરવિભાગ અને મોરબી ડિઝાસ્ટર મેનેજમેન્ટની ટીમ નવા બસ સ્ટેન્ડ ખાતે દોડી ગઈ હતી અને તુરંત ચેકીંગ હાથ ધર્યું હતું. સૌ પ્રથમ મોરબી છોટાઉદેપુર રૂટની બસમાં ચેકીંગ કરતા કન્ડક્ટર સીટ નીચે ટાઈમ બોબ એક બોક્સમા મળી આવ્યો હતો.

તેને તુરંત જ સેફટી બોક્સમાં મૂકી સુરક્ષિત સ્થળે મૂકી ડિફ્યુઝ કર્યો હતો. બાદમાં અન્ય તમમાં એસટી બસમાં અને બસ સ્ટેન્ડમાં પણ ચેકીંગ હાથ ધર્યું હતું. ડેપોમાં અચાનક પોલીસ અને એમ્બ્યુલન્સ ફાકલો જોઈ ડેપોમા હાજર મુસાફરોમાં શુ બન્યું હશે તેવી ચર્ચા જાગી હતી. 25થી 30 મિનિટન સુધી ડેપોમાં અફરાતફરી નોએ માહોલ જોવા મળ્યો હતો અંતે સમગ્ર કાર્યવાહી મોકડ્રીલનો ભાગ હોવાનું બહાર આવતા લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો.

X
Afraid of phone by bombing Morbi bus
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી