તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રાજકોટમાં એક્ટિવા અને પોલીસ બાઇક વચ્ચે એક્સિડન્ટ થતા પોલીસ મેનનું મોત, મહિલા ASIને ઇજા

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
એક્ટિવા અને પોલીસ બાઇક વચ્ચે અકસ્માત - Divya Bhaskar
એક્ટિવા અને પોલીસ બાઇક વચ્ચે અકસ્માત

રાજકોટ: રાજકોટના પડધરી સરકારી હોસ્પિટલ સામે એક્ટિવા અને પોલીસ બાઇક વચ્ચે એક્સિડન્ટ થયું હતું. જેમાં પોલીસ બાઇક ચાલક રણવીરસિંહ વનરાજસિંહ જાડેજા (ઉ.26)નું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. પાછળ બેઠેલા મહિલા એએસઆઇ પૂજાબેન અને એક્ટિવા ચાલક પિયુષભાઇ બન્નેને ઇજા પહોંચતા રાજકોટ સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. 

 

પોલીસ બાઇક ચાલક હતા ઓન ડ્યુટી

 

રણવીરસિંહ મૂળ મોરબીના પીલુડી ગામના વતની છે જે પડધરી જીઆરડીમાં ફરજ બજાવતા હતા. તો પડધરી પોલીસ સ્ટેશનમાં જ એએસઆઇ તરીકે પૂજાબેન મગનભાઇ  ફરજ બજાવી રહ્યા છે. બન્ને બાઇકમાં ઓન ડ્યુટી પેટ્રોલિંગ પર હતા. જેમાં એક્ટિવા સાથે પોલીસ બાઇકનો ધડાકાભેર અકસ્માત થતા બાઇક ચાલક પોલીસ જવાનનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું.

 

ઉત્તરકાશીમાં વધુ એક રાજકોટની મહિલાનું મોત, મૃત્યુઆંક 8, સાંજે આવશે મૃતદેહો