લંપટ પ્રો. પંચાલ દોષિત જાહેર થાય તો કડક કાર્યવાહી કરવા એબીવીપીની માગણી

યુનિવર્સિટી પગલાં નહીં લ્યે તો આંદોલન કરવાની ચીમકી
યુનિવર્સિટી પગલાં નહીં લ્યે તો આંદોલન કરવાની ચીમકી
Bhaskar News

Bhaskar News

Sep 12, 2018, 11:51 PM IST

રાજકોટ: સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના બાયોસાયન્સ ભવનના પ્રોફેસર નિલેશ પંચાલ વિરુધ્ધ વિદ્યાર્થિની પાસે બીભત્સ માગણી અને ગેરવર્તણૂકના આક્ષેપો કરાયા છે ત્યારે નિલેશ પંચાલ દોષિત જાહેર થાય તો તેની સામે કડક કાર્યવાહી કરવા એબીવીપીએ કુલપતિને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરી છે.

વિદ્યાર્થી પરિષદ દ્વારા વિવિધ આંદોલનાત્મક કાર્યક્રમ આપવામાં આવશે


આવેદનપત્રમાં એવી રજૂઆત કરવામાં આવી છે કે, સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના બાયોસાયન્સ ભવનના પ્રોફેસર નિલેશ પંચાલ સામે વિદ્યાર્થિની દ્વારા આક્ષેપ કરાયા છે કે નિલેશ પંચાલ દ્વારા વિદ્યાર્થિની પાસે બીભત્સ માગણી કરી ગેરવર્તણૂક કરવામાં આવી છે. જો આ પ્રકરણમાં પ્રોફેસર પંચાલ દોષિત જાહેર થાય તો તેની સામે યોગ્ય કડક નમૂનારૂપ પગલાં લેવામાં આવે જેથી ભવિષ્યમાં પણ આવી ઘટના ન બને અને જો યુનિવર્સિટી દ્વારા પગલાં ભરવામાં નહીં આવે તો વિદ્યાર્થી પરિષદ દ્વારા વિવિધ આંદોલનાત્મક કાર્યક્રમ આપવામાં આવશે. વિદ્યાર્થી પરિષદે વુમન હેરેસમેન્ટ સેલની સક્રિયતા વધારવામાં આવે અને વુમન હેરેસમેન્ટ સેલના સભ્યોના નામ અને નંબર દરેક ભવનોના નોટિસ બોર્ડ પર લગાડવામાં આવે તેવી માગણી પણ કરી હતી.

X
યુનિવર્સિટી પગલાં નહીં લ્યે તો આંદોલન કરવાની ચીમકીયુનિવર્સિટી પગલાં નહીં લ્યે તો આંદોલન કરવાની ચીમકી
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી