તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • બેટી બચાવોની વાર્તાઓ વચ્ચે ચાલતો ગર્ભપાત અને સોનોગ્રાફીનો ધંધો | Abortion And Sonography Business Run Between Betty Bachao Stories

બેટી બચાવોની વાર્તાઓ વચ્ચે ચાલતો ગર્ભપાત અને સોનોગ્રાફીનો ધંધો

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

રાજકોટ, ભુજ, જૂનાગઢ, ભાવનગર: જાતિ પરીક્ષણ અને ગર્ભપાત કાનુની અપરાધ છે. આવું કરનાર તબીબને જેલની સજા થાય છે. પરંતુ અનેક તબીબોને તેનો કોઇ જ ભય નથી. સમગ્ર સૌરાષ્ટ્ર અને કચ્છમાં જાતિ પરીક્ષણ અને ગર્ભપાતની ટેબલેટ વેચવાનો ધીકતો ધંધો ચાલી રહ્યો છે. આરોગ્ય તંત્ર અને ડ્રગ એન્ડ ફૂડ વિભાગ તેમાં મૂકપ્રેક્ષક બની ગયું છે. સૌરાષ્ટ્ર-કચ્છનાં જિલ્લાઓમાં સોનોગ્રાફીને લઇને વ્યાપક ગુનાહિત છેડછાડ થઇ રહી છે. અમુક તબીબો જાતિ પરીક્ષણ માટે રૂ. 5 થી લઇને 20 હજાર સુધી પડાવે છે. કેટલીક હોસ્પિટલમાં ગર્ભપાતનાં 5 થી 20 હજાર રૂપિયા લેવાય છે.

 

આ ઉપરાંત મેડિકલ સ્ટોરમાં ગર્ભપાતની ટેબલેટ પ્રિસ્ક્રિપ્શન વિના મળે છે. તેની કિંમત પણ 400 થી 600 રૂપિયા છે. બીજી તરફ તંત્ર દ્વારા નિયમ મુજબ દર 90 દિવસે સોનોગ્રાફી મશીનનું ચેકીંગ કરે છે. પરંતુ એ ચેકીંગમાં સરપ્રાઇઝનું તત્વ હોતું નથી. ખુદ તંત્ર પણ સ્વીકારે છે કે જાતિ પરીક્ષણ અને ગર્ભપાતનાં કેસ પકડવા માટે સ્ટીંગ કરવું પડે તેમ છે. સરકારની બેટી બચાવોની વાત માત્ર કાગળ પર રહી ગઇ છે. તંત્ર દ્વારા કાર્યવાહી થાય છે , પરંતુ નામ માત્રની. પરિણામે અમુક તબીબોને કાયદાનો કોઇ ડર જ રહ્યો નથી અને બેટી જન્મે નહીં તેવી પ્રેક્ટિસ પણ ચાલી રહી છે.

 

વધુ તસવીરો અને માહિતી માટે આગળની સ્લાઇડ્સમાં ક્લિક કરો...