ગાંધી જયંતી સુધી ‘સ્વચ્છતા હી સેવા’ આજથી PMના લાઈવ સંવાદ

ગ્રામ્ય વિસ્તારમાં સ્વચ્છતા માટે વધુ એક રાષ્ટ્રીય કાર્યક્રમ જાહેર

Bhaskar News

Bhaskar News

Divyabhaskar.com | Updated - Sep 15, 2018, 01:07 AM
પીએમ નરેન્દ્ર મોદી
પીએમ નરેન્દ્ર મોદી

રાજકોટ: ગ્રામ્ય વિસ્તારોમાં સ્વચ્છતા માટે વધુ એક રાષ્ટ્રીય કાર્યક્રમ ‘સ્વચ્છતા હી સેવા’નો શનિવારથી પ્રારંભ થઇ રહ્યો છે. ગાંધી જયંતી સુધી આ કાર્યક્રમ અમલી રહેશે અને ગ્રામ્ય વિસ્તારોમાં સ્વચ્છતાના કાર્યક્રમો જનજાગૃતિના પ્રયાસો થશે. પ્રથમ દિવસે સવારે પીએમ નરેન્દ્ર મોદીના સ્વચ્છતાના સંદેશનું લાઈવ પ્રસારણ તાલુકા અને ગ્રામ્ય કક્ષાએ કરવામાં આવશે ત્યારબાદ ગ્રામ્ય વિસ્તારમાં અધિકારી, પદાધિકારી, નાગરિક, ગાંધી સ્વયં સેવકો, સખી મંડળની બહેનો વગેરે સામૂહિકરૂપે જાહેર સ્થળોની સફાઈ કરશે. રવિવારથી ગાંધીજયંતી સુધી 17 દિવસ દરરોજ કોઇને કોઇ કાર્યક્રમ હાથ ધરવામાં આવશે. ઘન કચરાના ડોર ટુ ડોર કલેકશન માટેની કામગીરી કરવામાં આવશે તેમજ નિર્મિત શૌચાલયોનો ઉપયોગ કરી જાહેર શૌચ ન કરવા માટે સમજાવાશે.

ઘન કચરાના નિકાલ માટે 142 સાઈટ

ગામોમાં કચરાના નિકાલ માટે સૌથી મોટી સમસ્યા ડમ્પિંગ સાઈટની છે. આ બાબતે જિલ્લા વિકાસ અધિકારી અનિલકુમારા રાણાવસીયાએ જણાવ્યું હતું કે ગ્રામ્યજનો પાસે કચરાના ડમ્પિંગ માટે કોઇ નિશ્ચિત સાઈટ નથી એટલે કોઇ પણ જગ્યાએ નિકાલ કરાઈ રહ્યો છે. આ મામલે ઘણી ચર્ચાઓ થઇ છે. આ માટે ઘનકચરાના નિકાલ માટે સેગ્રિગેશન શેડ બનાવવામાં આવશે. જિલ્લામાં આ માટે 142 જગ્યાઓ નક્કી થઇ છે. 9 શેડ બની ગયા છે અને નિકાલ શરૂ થઇ ગયો છે. ઘનકચરામાંથી પ્લાસ્ટિક જુદું પાડવામાં આવશે. બાયોડિગ્રેડેબલ કચરા માટે ખાડા ખોદીને કમ્પોઝ્ટ પીટ બનાવાશે તેમાં કચરો ભેગો કરી ખાતર બનાવવામાં આવશે.

X
પીએમ નરેન્દ્ર મોદીપીએમ નરેન્દ્ર મોદી
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App