તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સની સામાન્ય સભામાં સભ્યો વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

રાજકોટ: ચેમ્બર ઓફ કોમર્સની શનિવારે એજીએમ મળી હતી. જેમાં સત્તા માટ હોદ્દેદારો અને કારોબારી સભ્યો ટપોરીની જેમ બાખડ્યા હતા. આ દૃશ્યો જોઈને મહાજન વેપારીઓ પણ હતપ્રભ બની ગયા હતા. પૂર્વ સેક્રેટરી વી.પી.વૈષ્ણવ 100 વેપારીઓનું ટોળું લઈ જઈ એજીએમમાં ધમાલ મચાવી હતી. ટ્રેઝરર અને સેક્રેટરી સહિત 6 હોદ્દેદારો સામે અવિશ્વાસની દરખાસ્ત મુકાયા બાદ ગાળાગાળી અને આક્ષેપો પ્રતિઆક્ષેપો થયા હતા.જે સતત બે કલાક સુધી ચાલુ રહ્યા હતા. એજીએમમાં જે રીતના દૃશ્યો સર્જાયા હતા તેને વેપારીઓ પણ વખોડી રહ્યા છે.


એજીએમમાં રાજકોટ ચેમ્બરના 2700માંથી 200 સભ્યો જ હાજર રહ્યા હતા. વર્તમાન હોદ્દેદારોનું જૂથ અને ચૂંટણી હારી ગયેલાનું જૂથ આમને સામને થઈ ગયું હતું. ઉપેન મોદી,પ્રણય શાહ, કેશુ રૈયાણી, હસુ ભગદે, દેવેન્દ્ર પટાણી અને ઉત્સવ દોશી સામે વી.પી.વૈષ્ણવ, ગિરિશ પરમાર અને રાજુ જુંજાએ અવિશ્વાસની દરખાસ્ત મૂકી હતી અને આ એક જ મુદ્દા પર બે કલાકથી વધુ સમય સુધી ચર્ચા ચાલી હતી, જ્યારે બાકીના એજન્ડા ફટાફટ મંજૂર થઈ ગયા હતા. આ દરખાસ્ત મુકાતા આક્ષેપો પ્રતિઆક્ષેપો થતા આખરે એવું નક્કી કરવામાં આવ્યું હતું કે, આ મુદ્દા પર નિર્ણય લેવા માટે એક સમિતિની રચના કરવામાં આવે.જેમાં પૂર્વ પ્રમુખ શિવલાલ બારસિયા, વર્તમાન પ્રમુખ ગૌતમ ધમસાણિયા અને વી.પી.વૈષ્ણવ સહિત બાકીના સભ્યો આ મુદ્દે સમીક્ષા કરીને 15 દિવસમાં નિર્ણય જાહેર કરશે.

 

સભ્યોને દૂર કરવાના આ કારણો

 

મુકેશ દોશી: જેણે ચેમ્બરના કારોબારી સભ્ય બનવું હોય તેને બે વર્ષ સુધી સભ્ય ફી ભરેલી હોવી જરૂરી છે. જેના બદલે ગત ચૂંટણીમાં મુકેશ દોશીએ એકી સાથે બે વર્ષની ફી ભરી લીધી છે. જે બંધારણની વિરુધ્ધ છે,માટે તેને સભ્યપદથી દૂર કરવામાં આવે
 

ઉપેન મોદી: કારણ-ઉપેન મોદીએ ગત ચૂંટણીમાં જે પેઢીના ભાગીદાર હોવાના કાગળ રજૂ કર્યા છે તે પેઢીના ભાગીદાર જ નથી. કારણ કે, તે પેેઢી ભાગીદારી ફર્મ ધરાવતી નથી.આ વસ્તુનો પાનકાર્ડમાં પણ ઉલ્લેખ છે. બંધારણની વિરુધ્ધ છે માટે  સભ્યપદ દૂર કરવામાં આવે.

 

પ્રણય શાહ  ઉત્સવ દોશી, હસુ ભગદે, કેશુ રૈયાણી, દેવેન્દ્ર પટાણી-12 મહિનામાં 12 મિટિંગ મળે છે. કલમ 36 મુજબ જે સભ્યો સતત ત્રણ મિટિંગમાં ગેરહાજર રહે તેનું સભ્યપદ આપોઆપ રદ થઈ જાય છે. આ સભ્યો બેઠકમાં ગેરહાજર રહ્યા હતા.

વી.પી.વૈષ્ણવને કોઇ પણ ભોગે પદ જોય છે

 

વી.પી.વૈષ્ણવને પ્રમુખ પદ નહીં મળતા તેમણે માનસિક સંતુલન ગુમાવી દીધું છે, તે સત્તાપ્રેમી છે તેને કોઈ પણ ભોગે સત્તા જોય છે.પોતે પ્રમુખ બની શકયા નથી તેનો ખાર એજીએમમાં કાઢ્યો.પ્રમુખપદ નહીં મળતા એજીએમમાં એવા લોકોને લઈને આવ્યા કે જેનાથી ચેમ્બરની ગરિમાને લાંછન લાગે.મેં ગત ચૂંટણીમાં જે ડોકયુમેન્ટ રજૂ કર્યા છે તેને ચૂંટણીપંચે પણ માન્ય રાખ્યા છે. હવે 18 માસ પછી આ પ્રશ્ન ઉઠાવવાનો શું હેતુ છે. મહાજન સંસ્થાની ખરાબ દશા થઈ રહી છે હવે તો ચેમ્બરને ભગવાન  જ બચાવે. - ઉપેન મોદી, સેક્રેટરી

 

પ્રશ્નો ઊભા થતા બીજા પર ખોટા આક્ષેપ કરેે છે


મને કોઈના સર્ટિફિકેટની જરૂર નથી.મારી સામે જે આક્ષેપો થઈ રહ્યા છે તે પાયાવિહોણા છે, હું જે વેપારીને અંદર લઈ ગયો તો તે તમામ ચેમ્બરના જ સભ્યો છે.ખુદ પ્રમુખે પણ આ વાતને સમર્થન આપ્યું છે.હું કાયમી ચેમ્બરને વફાદાર જ રહ્યો છું. હું હાર્યો છું, તેને સારી રીતે પચાવી પણ લીધી છે. એજીએમાં જ્યાં ભૂલ થતી હોય તેની ભાન કરાવવાની હોય છે.એક વખત થયેલી ભૂલ બીજી વખત ન થાય તે માટે આ પ્રશ્નો બધા ઉઠાવ્યા છે.પોતાની સામે પ્રશ્નો ઊભા થતા તેને દબાવવા માટે બીજા પર આક્ષેપો કરી રહ્યા છે. - વી.પી.વૈષ્ણવ, પૂર્વ સેક્રેટરી

 

વધુ તસવીરો જોવા માટે આગળની સ્લાઈડ્સ પર ક્લિક કરો...

અન્ય સમાચારો પણ છે...