ગોંડલના લુણીવાવ ગામ પાસે કારે અડફેટે લેતા બાળાનું ઘટના સ્થળે જ મોત

જીજે-૩-કેએચ-9૦૦4 નંબરની આઇ-20 કારના ચાલકે સાત વર્ષની રાધાને અડફેટે લેતા તેનું ઘટના સ્થળે જ મોત

divyabhaskar.com | Updated - Oct 11, 2018, 06:04 PM
જીજે-૩-કેએચ-9૦૦4 નંબરની આઇ-20 કારન
જીજે-૩-કેએચ-9૦૦4 નંબરની આઇ-20 કારન

ગોંડલઃ લુણીવાવ ગામ પાસે કાર અડફેટે સાત વર્ષીય બાળાનું મોત નિપજ્યું છે. આ અકસ્માતમાં સાત વર્ષની બાળકીનું મોત નિપજતાં અરેરાટી વ્યાપી ગઈ હતી.

(અ'વાદમાં GSTના આસિ.કમિ.ની દારૂ પી દાદાગીરી, પત્ની સાથે મળી પોલીસનો કોલર પકડી ભાંડી ગાળો)

રાધાનું ઘટના સ્થળે જ મોત

પ્રાપ્ત વિગત મુજબ ગોંડલના બેટાવડ ગામની સીમમાં છત્રસિંહ સજુભાની વાડીમાં રહેતા ધારૂભાઇ વાદલાભાઇ બામનીયા(આદિવાસી) ગઇકાલે કોલીથડ રોડ પર જતા હતા, ત્યારે લુણીવાવ ગામ પાસે જીજે-૩-કેએચ-9૦૦4 નંબરની આઇ-2૦ કારના ચાલકે સાત વર્ષની રાધાને અડફેટે લેતા તેનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતું.

કાર ચાલક વિરુદ્ધ ગુનો દાખલ

આ બનાવની જાણ થતા ગોંડલ તાલુકા પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ વી. આર. ગુજરાતીએ સ્થળ પર પહોંચી મૃતક રાધાના પિતા ધારૂભાઇ આદીવાસીની ફરીયાદ પરથી કાર ચાલક વિરૂધ્ધ ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી હતી.

X
જીજે-૩-કેએચ-9૦૦4 નંબરની આઇ-20 કારનજીજે-૩-કેએચ-9૦૦4 નંબરની આઇ-20 કારન
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App