ખોડલધામ પર બનેલું 'માડી તારું કંકુ ખર્યું' ગીત પહેલી વાર આ અંદાજમાં સાંભળો

કવન પોટા રાજકોટમાં હોમિયોપેથી ડોક્ટર છે. તેઓ શોખ માટે વીડિયો પ્રોડક્શનનું કામ કરે છે.

Divyabhaskar.com | Updated - May 18, 2018, 07:27 PM
ખોડલધામ પર ફિલ્માંકન થયેલું ગીત વાયરલ, Maadi Taru Kanku video by RajkotBlues
રાજકોટ: રાજકોટ જિલ્લામાં આવેલું ખોડલધામ પાટીદારો સહિત દરેક સમાજના લોકોની આસ્થાનું કેન્દ્ર છે. આ મંદિર પર રાજકોટની એક ટીમે એક ગીત તૈયાર કર્યું છે. કવન પોટા, ગાથા પોટા અને ધૈર્ય રાજપરાએ આ ગીતને તૈયાર કર્યું છે. કવન પોટા રાજકોટમાં હોમિયોપેથી ડોક્ટર છે. તેઓ શોખ માટે વીડિયો પ્રોડક્શનનું કામ કરે છે. આ ગીતમાં ગાથા પોટાએ અવાજ આપ્યો છે. શૂટિંગ અને એડિટ કવન પોટાએ કર્યું છે. તેઓની યૂટ્યૂબ પર RajkotBlues નામે એક ચેનલ છે. જેમાં આ સિવાય પણ અનેક પ્રકારના વીડિયો બનાવી મૂકેલા છે. કવન પોટાની ટીમે પહેલી વાર આ પ્રકારનો વીડિયો બનાવ્યો છે અને લોકોને ખૂબ પસંદ પડી રહ્યો છે. તેઓએ માત્ર ચાર કલાકમાં આ ગીતનું શૂટિંગ કર્યું છે. કવન પોટાનો ઉદ્દેશ જૂનાં ગુજરાતી ગીતોને લોકમુખે લાવવાનો છે. આથી તેઓ જૂનાં ગુજરાતી ગીતોને નવા સ્વરૂપે મૂકી નવી પેઢીને પસંદ પડે એ પ્રકારનું કામ કરી રહ્યા છે.

X
ખોડલધામ પર ફિલ્માંકન થયેલું ગીત વાયરલ, Maadi Taru Kanku video by RajkotBlues
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App