અકસ્માતમાં 9 પટેલ યુવાનના મોત, ખોડલધામે કર્યો પ્રથમ પાટોત્સવ રદ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક

જેતપુર: જેતપુર તાલુકાના મોટા ગુંદાળા ગામે નવ પટેલ યુવાનોનો કચ્છમાં માર્ગ અકસ્માતમાં મોત થતા ખોડલધામ ટ્રસ્ટે પરિવારજનોને સાંત્વના પાઠવી હતી. આગામી 21 તારીખે ખોડલધામના પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવને એક વર્ષ પૂર્ણ થવા જઇ રહ્યું છે. આ નિમિતે ભવ્ય પાટોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. પરંતુ નવ નવ પાટીદાર યુવાનોના મોતના પગલે આ પાટોત્સવ રદ કરવામાં આવ્યો છે. 

 

પાટોત્સવમાં ધ્વજારોહણ, સેમિનાર, મહાયજ્ઞ, મહાથાળ, મહાઆરતી અને ભવ્ય લોકડાયરાનું આયોજન કરવામાં આવ્યું હતું

 

ખોડલધામ ટ્રસ્ટના ચેરમેન નરેશ પટેલ અને પ્રમુખ પરેશ ગજેરાએ તમામ મૃતકોના હતભાગી પરિવારને હિમ્મત મળે અને યુવાનોના આત્માને મા ખોડલ સદગતી અર્પે તેવી પ્રાર્થના કરી છે. પ્રમુખ પરેશ ગજેરાએ જણાવ્યું હતું કે, 21 જાન્યુઆરી 2018ના રોજ પ્રથમ પાટોત્સવના તમામ કાર્યક્રમો રદ કરવામાં આવે છે, જેતપુરના મૃતક નવ યુવાનોના પરિવારને અને પ્રાસલામાં બનેલી આગજનની ઘટનામાં ત્રણેય દીકરીઓના પરિવારને માતાજી હિમ્મત આપે, શક્તિ આપે તેવી પ્રાર્થના. ઉલ્લેખનીય છે કે, પ્રથમ પાટોત્સવ નિમિતે ધ્વજારોહણ, સેમિનાર, મહાયજ્ઞ, મહાથાળ, મહાઆરતી અને ભવ્ય લોકડાયરાનું આયોજન કરવામાં આવ્યું હતું. 

 

વધુ તસવીર જોવા આગળ ક્લિક કરો.......

અન્ય સમાચારો પણ છે...