તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રાજકોટમાં 48 કલાકના અલ્ટિમેટમનો ઉલાળીયો, શાળા-કોલેજ, મોલના ફૂટપાથ પર પાર્કિંગ યથાવત

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

રાજકોટ: રાજકોટની ટ્રાફિક સમસ્યા હળવી કરવા શાળા-કોલેજ અને મોલને 48 કલાકનું અલ્ટિમેટમ અપાયું હતું. જેને આજે ત્રણ દિવસ વીતી ગયા છે, છતાં પાર્કિંગ જોવા મળ્યું છે. કોર્પોરેશન કમિશનર અને પોલીસ કમિશનરે સંયુક્ત પ્રેસ કોન્ફરન્સ યોજી જાહેરાત કરી હતી કે મોલ શાળા-કોલેજ બહાર ફૂટપાથ પર અડચણરૂપ વાહન પાર્કિંગ નહીં ચલાવી લેવાય અને જવાબદારોને નોટિસ આપવામા આવશે. જો કે આજે શાસ્ત્રી મેદાન સામે આવેલી કોલેજ બહાર શાળા કોલેજ દ્વારા બન્ને સાઇડની ફૂટપાથ પર પાર્કિંગ જોવા મળ્યું હતું.

 

નાના ઓટલા તોડી સંતોષ, વિપક્ષનો આક્ષેપ, નિયમોનો ઉલાળીયો

 

બે દિવસથી કોર્પોરેશન દ્વારા ઝુંબેશ શરૂ કરવામાં આવી છે. જેમાં નાના ઓટલા તોડી કામગીરી બતાવવામાં આવી રહી છે. વિપક્ષ નેતા વશરામ સાગઠીયાએ કહ્યું હતું કે, મોટી હોટેલેને કેમ છૂટ આપવામાં આવે છે, યાજ્ઞિક રોડ પર ફાઇવ સ્ટાર કક્ષાની હોટલમાં કોઇ કામગીરી ન થઇ તે રોડ પર માત્ર ઓટલા તોડવામાં આવ્યા હતા તે સિવાય મોટી શાળા અને કોલેજની બહાર રસ્તા વચ્ચે પાર્કિંગ થઇ રહ્યું છે. સંચાલકો નિયમનો ઉલાળીયો કરી રહ્યા છે. છતાં કોઇ પગલા લેવામાં આવતા નથી.

 

અમુક કોલેજે વગદારોની, પોલીસને કોઇની નડે છે શરમ

 

ટ્રાફિક પોલીસ દ્વારા લાયસન્સ, વાહનોના કાગળ વગેરેનું ચેકિંગ ચાલી રહ્યું છે. પરંતુ છેલ્લા કેટલાક સમયથી મોલની બહાર પાર્કિંગ દૂર થશે. શાળા-કોલેજ બહાર નડતરૂપ પાર્કિંગ દૂર થશે તેવી વાતો કરવામાં આવી રહી છે. અલ્ટીમેટમના ત્રણ દિવસ પછી પણ રિયાલીટી ચેક કરવામાં આવી તો બસસ્ટેન્ડ સામે જ ભીડવાળા રસ્તામાં, શાળા-કોલેજના પાર્કિંગ રસ્તા વચ્ચે અને ફૂટપાથ પર જોવા મળ્યા હતા. અહીં આવેલી કોલેજ ટ્રસ્ટ અને વગદારોની હોવાની ચર્ચા થઇ રહી છે. પોલીસને કોની શરમ નડે છે, શું જવાબદારોને નોટિસ મળશે તેવી પણ ચર્ચા થઇ રહી છે.

 

ભાઇના કાંડે આખું વર્ષ ઝગમગશે અમેરિકન ડાયમંડ રાખડી, રાજકોટની બજારમાં 1 હજારથી વધુની વેરાઇટી

 

વધુ તસવીર જોવા આગળ ક્લિક કરો........