રાજકોટમાં 70મા આર્મી ડેની દમામદાર ઉજવણી, શહીદ જવાનોને શ્રધ્ધાંજલિ અપાઈ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક

રાજકોટ: ‘ભારત દેશના રક્ષણ અને સુરક્ષા માટે ભારતીય સેના સતત જાગૃત રહે છે. માતૃભૂમિની રક્ષાકાજે સતત કાર્યરત રહેતા વીર જવાનોને જેટલું પણ સન્માનિત કરીએ તેટલું ઓછું છે ’ તેમ  સોમવારે સવારે રેસકોર્સ ખાતે અભયમ સંસ્થાના ઉપક્રમે યોજાયેલા 70મા સ્થાપના દિવસની ઉજ‌વણીના ઉપલક્ષ્યમાં આર્મી ડેની ઉજવણી વખતે મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ પોતાના પ્રવચનમાં જણાવ્યું હતું.

 


 રેસકોર્સ ખાતે યોજાયેલા આર્મી ડેની ઉજવણીના કાર્યક્રમમાં શહીદ થયેલા જવાનોને પોલીસ બેન્ડની સૂરાવલિ સાથે પુષ્પાંજલિથી શ્રધ્ધાજંલિ અર્પિત કરવામાં આવી હતી. આ પ્રસંગે લો કમિશનના સભ્ય અભયભાઇ ભારદ્વાજ, મ્યુનિસિપલ કમિશનર બંછાનીધિ પાની, અંજલિબેન રૂપાણી સહિતના ઉપસ્થિત રહ્યા હતા.


 આ પ્રસંગે કારગિલ વોરમાં ભાગ લેનારા કેપ્ટન જયદેવ જોશી, ઇન્ડિયન નેવલ ઓફિસર મનન ભટ્ટે ભારતીય જવાનો અને દેશની સુરક્ષા કાજે શહીદ થયેલા જવાનોના ગૌરવવંતા ઇતિહાસની વિગતો આપી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે ભારતીય સેનામાં ફરજ બજાવી ચૂકેલા અને વિવિધ યુધ્ધોમાં ભાગ લેનારા 25 જેટલા ભૂતપૂર્વ સૈનિકો અને અધિકારીઓ રાજકોટમાં રહે છે.


સૈનિક પરિવારોના નામે રહેલી મિલકત પર પ્રોપર્ટી વેરો નહીં લેવાય


 રાજકોટ મહાનગરપાલિકા દ્વારા આ તકે સરાહનીય પગલું ભરવામાં આવ્યું છે અને તેમાં સૈનિકોના પરિવારોના નામે રહેલી મિલકતનો પ્રોપર્ટી ટેક્સ નહીં લેવાનો નિર્ણય અમલમાં મુકાયો છે.

અન્ય સમાચારો પણ છે...