તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

જેતપુરમાં 6 લાખનો 625 ગ્રામ ચરસનો જથ્થો ઝડપાયો, એકની ધરપકડ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ચરસનો જથ્થો - Divya Bhaskar
ચરસનો જથ્થો

રાજકોટ: રાજકોટ એસઓજી પોલીસે જેતપુરના નવાગઢના અકાળાધાર વિસ્તારમાં રેડ કરી હતી. જેમાં તેને 6 લાખની કિંમતનો 625 ગ્રામ ચરસનો જથ્થા સહિત 40 હજાર જેવી રોકડ પણ મળી આવી હતી, પોલીસે હાલ સલીમ સીદીક સમા નામના આરોપીની ધરપકડ પણ કરી ગુનો દાખલ કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે.

 

હાલ આરોપીની પૂછપરછ ચાલુ છે અને રિમાન્ડની તજવીજ 

 

ચોક્કસ બાતમીના આધારે રાજકોટ એસઓજી પોલીસે જેતપુરના નવાગઢમાં રેડ કરી હતી. જેમાં તેને ચરસનો જથ્થો સહિત એક વ્યકિત હાથ લાગ્યો હતો. પોલીસે 625 ગ્રામ ચરસ સહિત 6,40,721 રૂપિયાનો મુદ્દામાલ ઝડપી લીધો હતો. આ જથ્થો આરોપી સલીમ કોની પાસેથી લેતો હતો, અન્ય ક્યાં શહેરોમાં કોને આપતો હતો તે સહિતની વિગતો મેળવાઇ રહી છે. હાલ આરોપીની પૂછપરછ ચાલુ છે અને રિમાન્ડની તજવીજ બાદ તેની આકરી પૂછપરછમાં વધુ વિગતો જાણવા મળશે.

 

સૌરાષ્ટ્રમા ગાંજો-ચરસ સામાન્ય બની ગયા

 

સૌરાષ્ટ્ર સહિત રાજકોટમાં તાજેતરમા ગાંજાનો જંગી જથ્થો ઝડપાયો અને ચરસ પણ મળી આવ્યાના બનાવોમાં વધારો થતો જાય છે. યુવાધન ચરસ-ગાંજાના રવાડે ચડી ગયું હોવાનું પોલીસે પણ કબૂલાત આપી હતી. ફરી વખત જેતપુર જેવા ગામમાંથી ચરસ પકડાયું છે. આ કાળો કારોબારના મુખ્ય સૂત્રોધારો સુધી પહોંચવા પોલીસ કમ્મર કસી રહી છે.

 

 

ઉત્તરકાશીમાં રાજકોટના 8નાં મોતઃ ગંગોત્રીના દર્શન થયા, ત્રણ ધામની યાત્રા પૂર્ણ ન કરી શક્યા