આરોગ્ય / રાજકોટમાં સ્વાઈન ફ્લૂથી 18 કલાકમાં 3નાં મોત, મૃત્યુઆંક 35એ પહોંચ્યો

ફાઈલ તસવીર
ફાઈલ તસવીર
X
ફાઈલ તસવીરફાઈલ તસવીર

  • 42 દિવસમાં 35 લોકોનાં સ્વાઈન ફ્લૂથી મોત

Divyabhaskar.com

Feb 11, 2019, 07:01 PM IST
રાજકોટ:સ્વાઈન ફ્લૂનો કહેર રાજકોટમાં દિવસને દિવસે વધી રહ્યો છે. ત્યારે છેલ્લા 18 કલાકમાં 3 દર્દીના મોત સ્વાઈન ફ્લૂના કારણે થયા છે. જેમાં એક 53 વર્ષીય પુરૂષનું અને 40 વર્ષીય મહિલાનું સ્વાઈન ફ્લૂની સારવાર દરમિયાન મોત નિપજ્યું છે. જ્યારે જૂનાગઢના એક પુરૂષનું ખાનગી હોસ્પિટલમાં અને રાજકોટની સિવિલ હોસ્પિટલમાં મહીલાનું સારવાર દરમિયામન મોત નિપજ્યું છે. છેલ્લા 42 દિવસમાં સ્વાઈન ફ્લૂથી 35 લોકોનાં મોત થયા છે. 

24 કલાકમાં 78 લોકોનો સ્વાઈન ફ્લૂનો રિપોર્ટ પોઝિટિવ

ગુજરાતમાં છેલ્લા રાજ્યમાં કુલ 1340 દર્દીઓનો સ્વાઈન ફ્લૂનો રિપોર્ટ પોઝિટિવા આવ્યો છે. જેમાં છેલ્લા 24 કલાકમાં 78 લોકોનો સ્વાઈન ફ્લૂનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. જાણકારોનાં જણાવ્યા અનુસાર ઠંડી હજુ એક સપ્તાહ સુધી રહેશે અને તેથી સ્વાઇન ફ્લૂનો આંકડો વધી શકે છે. આવી સ્થિતિમાં ખાસ કરીને વૃદ્ધો, બાળકો અને પહેલીથી કોઈ ગંભીર બીમારીની સારવાર ચાલતી હોય એવા વ્યક્તિઓની રોગપ્રતિકારકશક્તિ ઓછી હોવાથી સ્વાઇન ફ્લૂના ચિન્હો દેખાય તો તેમની તાત્કાલીક તપાસ કરાવી યોગ્ય સારવાર મેળવવી જોઈએ.
2. કેન્દ્ર સરકારની તજજ્ઞ તબીબોની ટીમે સ્થિતિની સમીક્ષા કરી
ગુજરાત આરોગ્ય વિભાગના ડેપ્યુટી ડાયરેક્ટર ડૉ. દિનકર રાવલે જણાવ્યું છે કે દિલ્હીથી ડૉક્ટરોની ટીમ ગુજરાતની મુલાકાતે આવી છે. ત્રણ ડૉક્ટરોની ટીમ ત્રણ-ચાર દિવસ ગુજરાતની જુદાજુદા સરકારી-ખાનગી હોસ્પિટલ, સરકારી-ખાનગી લેબોરેટરી, જિલ્લા-તાલુકાના પીએચસી અને સીએચસી સેન્ટરની મુલાકાત લીધા બાદ રિપોર્ટ તૈયાર કરી કેન્દ્ર સરકારને સુપરત કરશે. આ ટીમમાં એક ફિઝિશિયન, એક માઈક્રોબાયોલોજિસ્ટ અને એક એપિડેમિશિયન છે. સ્વાઇન ફ્લૂથી અમદાવાદ શહેર સૌથી પ્રભાવિત છે ત્યારે પ્રથમ દિવસે કેન્દ્રની ટીમે સિવિલ હોસ્પિટલની મુલાકાત લીધી હતી. આ દરમિયાન તેમણે વોર્ડમાં જઈ દર્દીઓની મુલાકાત લીધી હતી. તેઓએ સારવાર, વેન્ટિલેટર અને પ્રોટોકોલની તપાસ કરી હતી. આ ટીમ ગુજરાતની ગમે તે હોસ્પિટલની સરપ્રાઈઝ વિઝિટ કરી સમીક્ષા કરે છે.
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી