તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ભાદર પ્રદૂષણ મામલે GPCB દ્વારા જેતપુરના 1700 ડાંઇગ એકમોને ક્લોઝર ઓર્ડર

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

જેતપુર: ધોરાજી નજીક ભાદર-2 ડેમમાં જેતુપરના ડાંઇગ પ્રિન્ટિંગ એકમો દ્વારા કેમિકલયુક્ત પાણી ભેળવવામાં આવ્યું હતું. આથી ડેમનું પાણી પ્રદૂષિત થયું હતું. આ અંગે ધોરાજીના કોંગ્રેસના ધારાસભ્ય લલિત વસોયાએ ભાદર બચાવો અભિયાન ચલાવી રહ્યા છે. ભૂખી ગામે જળસમાધી પણ લેવાના હતા પરંતુ પોલીસ દ્વારા તેની અટકાયત કરવામાં આવી હતી. જેને લઇને જીપીસીબી (ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ) દ્વારા જેતપુરના 1700 ડાંઇગ એકમોને ક્લોઝર ઓર્ડર આપવામાં આવ્યા છે. તેમજ પ્રદૂષણ ફેલાવતા એકમો સામે કાર્યવાહી હાથ ધરી છે.  

 

30 જેટલા ઔદ્યોગિક એકમોને ક્લોઝર ઓર્ડર આપવામાં આવ્યા હતા

 

વસોયાના આંદોલન બાદ તરત જ જીઆઇડીસી વિસ્તારના લગભગ 30 જેટલા ઔદ્યોગિક એકમોને ક્લોઝર ઓર્ડર આપવામાં આવ્યા હતા. ત્યારબાદ ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ દ્વારા સમગ્ર જેતપુર શહેર, ભાદર ગામ, ભાદર નદી, ઉબેણ નદી, કલેક્શન સંપ, સી-ટાઈપ ગટરો, ફુલઝર એસ્ટેટ, સહિતના સ્થળોની મુલાકાત કરી નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. જેના આધારે જેતપુર ડાઇંગ એન્ડ પ્રિન્ટિંગ એસોસિએશનને ગુજરાત પ્રદૂષણ અધિનિયમ 974ની કલમ નંબર 33 (એ) હેઠળ ઉદ્યોગ બંધ કરવાનો હુકમ કરાયો છે.


આ એસોસિએશન હેઠળ અંદાજે 1400થી વધારે નાના મોટા ઔદ્યોગિક એકમો આવેલા છે. પ્રદૂષણ બોર્ડના સ્થાનિક કચેરીના અધિકારીએ જણાવ્યું હતું કે, ડાઇંગ એન્ડ પ્રિન્ટિંગ એસોસિએશનના 1400 જેટલા યુનિટ ઉપરાંત જીઆઇડીસી હેઠળના 30 તેમજ ભાટ ગામ પાસેના આશરે 200 જેટલા ધોલાઇ ઘાટ સહિત સીબેટ હેઠળના આશરે 1700 જેટલા યુનિટોને 15 દિવસની અસરથી ઉદ્યોગોની ઉત્પાદન પ્રક્રિયા બંધ કરવા માટે ક્લોઝર ઓર્ડર આપવામાં આવ્યા છે.

 

ગોંડલમાં પ્રમુખસ્વામી પાસેથી ભગવતી દીક્ષા લેનાર સંતપ્રસાદ સ્વામી સ્વધામ પધાર્યા