રાજકોટની 14 વર્ષની ખેડૂત પુત્રી અર્ચનાની કોમનવેલ્થ જૂડોમાં પસંદગી

14 year old farmer daughter Archanas selection in Commonwealth Judo

DivyaBhaskar.com

Sep 24, 2018, 02:41 AM IST

રાજકોટઃ રાજકોટની 14 વર્ષીય જુડોની ખેલાડીએ રમતનું સુંદર પ્રદર્શન કરી આગામી કોમનવેલ્થ જુડો ચેમ્પિયનશિપમાં સ્થાન પાકું કરી લીધું છે. ખેલો ઇન્ડિયા અંતર્ગત ભોપાલ સાઇમાં જુડોની રમત માટે ઓપન સિલેક્શન ટ્રાયલ રાખવામાં આવ્યું હતું. આ ટ્રાયલમાં ડિસ્ટ્રિક્ટ લેવલ સ્પોર્ટસ સ્કૂલ જી.કે.ધોળકિયામાં અભ્યાસ કરતી 14 વર્ષની અર્ચના નાથાભાઇ નાઘેરાએ 32 કિ.ગ્રા.ની કેટેગરીમાં ભાગ લીધો હતો.

અર્ચનાની આગામી જયપુરમાં રમાનાર કોમનવેલ્થ જુડો ચેમ્પિયનશિપ માટે પસંદગી


અર્ચનાએ તેની કેટેગરીના ફાઇનલમાં દિલ્હીની માનસી કશ્યપને ધોબીપછડાટ આપી જીત હાંસલ કરી ગોલ્ડ મેડલ મેળવ્યો હતો. ગોલ્ડ મેળવ્યાંની સાથે અર્ચનાની આગામી જયપુરમાં રમાનાર કોમનવેલ્થ જુડો ચેમ્પિયનશિપ માટે પસંદગી થઇ છે. પ્રી-કેડેટ જૂથમાં રમતી અર્ચનાની સિદ્ધિથી ખુશીનો માહોલ છવાયો છે. અર્ચના કોચ વ્રજભૂષણ પાસે જુડોની તાલીમ મેળવી રહી છે. અર્ચનાની સિદ્ધિને પગલે શાળા સંચાલકે અભિનંદન પાઠવ્યા છે. અર્ચના મૂળ ગીર-સોમનાથ જિલ્લાની છે અને તેના પિતા નાથાભાઇ ખેતીકામ કરે છે.


ઓલિમ્પિક માટેના પહેલા પડાવ પર પહોંચી


ભોપાલ સિલેક્શન ટ્રાયલમાં ગોલ્ડ મેડલ મેળવ્યા બાદ દિવ્ય ભાસ્કર સાથે અર્ચનાએ વાત કરતાં કહ્યું કે, તેનું લક્ષ્ય ઓલિમ્પિક છે અને આ ટૂર્નામેન્ટ ઓલિમ્પિકનું પહેલું પગથિયું છે. જેના પહેલા પડાવ પર પહોંચી છું. આ ટૂર્નામેન્ટમાં મને ખૂબ જ અનુભવ મળશે. કોચ વ્રજભૂષણ સર દ્વારા અપાયેલી બે વર્ષની સખત પ્રેક્ટિસ અને ટેક્નિકને કારણે આજે મને પહેલી સફળતા મળી છે.

X
14 year old farmer daughter Archanas selection in Commonwealth Judo
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી