Home » Saurashtra » Latest News » Rajkot City » 11 thousand jain people pratikraman in rajkot on 13 september

રાજ્યમાં પ્રથમવાર રાજકોટમાં 11 હજાર જૈનો કરશે સામૂહિક પ્રતિક્રમણ, વર્લ્ડ રેકોર્ડની સંભાવના

Divyabhaskar.com | Updated - Sep 10, 2018, 05:51 PM

જૈન ગ્રુપના 11 હજાર ભાવિકો એક સાથે સંવત્સરી પ્રતિક્રમણ કરી પાપોનું પ્રાયશ્ચિત કરશે

 • 11 thousand jain people pratikraman in rajkot on 13 september
  નમ્રમુનિ મહારાજ

  રાજકોટ: ગુજરાતમાં પ્રથમવાર રાજકોટમાં 11 હજાર જૈન લોકો સામૂહિક પ્રતિક્રમણ કરશે. સામૂહિક પ્રતિક્રમણ દ્વારા ઐક્યતાનો નવો ઇતિહાસ સર્જાશે. 75 સતીજીઓના સાંનિધ્યમાં 13 સપ્ટેમ્બરના રોજ આ કાર્યક્રમ યોજાશે. 11 હજાર જૈન લોકો સામૂહિક પ્રતિક્રમણ કરશે જેનો વર્લ્ડ રેકોર્ડ થાય તેવી સંભાવના છે. વર્લ્ડ રેકોર્ડમાં નોંધણી કરાવવા અત્યારથી પ્રયાસો શરૂ કરી દેવામાં આવ્યા છે.

  જૈન ગ્રુપના 11 હજાર ભાવિકો એક સાથે સંવત્સરી પ્રતિક્રમણ કરી પાપોનું પ્રાયશ્ચિત કરશે

  આ અંગે નમ્રમુનિ મહારાજની પ્રેસ કોન્ફરન્સ યોજાઇ હતી. જેમાં તેણે જણાવ્યું હતું કે, રોયલપાર્ક સ્થા.જૈન મોટા સંઘ, સી.એમ. પૌષધશાળા, ઔમાનવાલા ઉપાશ્રયના આંગણે 13 સપ્ટેમ્બરના રોજ આ કાર્યક્રમ યોજાશે. જેમાં રાજકોટ મહિલા મંડળ, યુવા મંડળ, સમસ્ત જૈન ગ્રુપના 11 હજાર ભાવિકો એક સાથે સંવત્સરી પ્રતિક્રમણ કરી પાપોનું પ્રાયશ્ચિત કરશે.

  ગોંડલના મેતા ખંભાળીયામાં મંદિરના પૂજારીને બાંધી 4 શખ્સોએ સોના-ચાંદીનો મુગટ લૂંટ્યો

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Saurashtra

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

Trending

વીડિયો વધુ જુઓ