જમ્મુથી રૂ.1 લાખમાં આવતું 1 કિલો ચરસ રાજકોટમાં 2 લાખમાં વેચાતું હતું

ચરસનો 1 કિલોનો આંતરરાષ્ટ્રીય ભાવ રૂ.10 લાખ છે, જૂનાગઢનો પટેલબાપુ નામનો ઇસમ રાજકોટમાં માલ પહોંચાડતો

DivyaBhaskar.com | Updated - Sep 12, 2018, 12:30 PM
બે દિવસ પહેલા 8.32 લાખના ચરસના જથ્થા સાથે ચાર શખ્સો ઝડપાયા હતા
બે દિવસ પહેલા 8.32 લાખના ચરસના જથ્થા સાથે ચાર શખ્સો ઝડપાયા હતા

ચરસનો 1 કિલોનો આંતરરાષ્ટ્રીય ભાવ રૂ.10 લાખ છે, જૂનાગઢનો પટેલબાપુ નામનો ઇસમ રાજકોટમાં માલ પહોંચાડતો

રાજકોટ: શહેરના જંગલેશ્વર વિસ્તારમાં પોલીસે દરોડો પાડી રૂ.81.32 લાખના 8 કિલો 132 ગ્રામ ચરસના જથ્થા સાથે ચારને ઝડપી લીધા હતા. રાજકોટના સૂત્રધારને જમ્મુથી આવતું ચરસ 1 લાખમાં 1 કિલો મળતું હતું અને રાજકોટમાં તેના રૂ.2 લાખ ઉપજાવતો હતો. આરોપીઓ પાસેથી ચરસ ખરીદનારાના નામ પોલીસે મેળવી લઇ ગ્રાહકોની શોધખોળ શરૂ કરી હતી.

ચાર શખ્સો 81.32 લાખના ચરસના જથ્થા સાથે ઝડપાયા હતા

જંગલેશ્વરમાં રહેતા મહેબૂબ ઓસમાણ ઠેબા, ઇલ્યાસ હારૂન સોરા, જાવેદ ગુલમહમદ દલ અને રફિક ઉર્ફે મેમણ હબીબ લોયાને રૂ.81.32 લાખની કિંમતના ચરસના જથ્થા સાથે ઝડપી લીધા હતા. પોલીસે ચારેય આરોપીને 14 દિવસના રિમાન્ડ પર લઇ પૂછપરછનો ધમધમાટ શરૂ કર્યો હતો. પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું કે, રાજકોટનો મહેબૂબ જમ્મુના યાકુબખાન પાસેથી ચરસનો જથ્થો મગાવતો હતો. ચરસની આંતરરાષ્ટ્રીય કિંમત કિલોના રૂ.10 લાખ છે, પરંતુ ભારતમાં રૂ.1 લાખમાં 1 કિલો મળે છે.

જૂનાગઢનો પટેલબાપુ નામનો ઇસમ રાજકોટમાં માલ પહોંચાડતો

જમ્મુથી મહેબૂબને 1 કિલો ચરસ રૂ.1 લાખના ભાવે મળતું હતું, પરંતુ રાજકોટમાં તે 10-10 ગ્રામની ગોળી બનાવીને વેચતો હતો અને 10 ગ્રામ ચરસના રૂ.2 હજાર વસૂલતો હતો. જમ્મુથી ચરસનો જથ્થો જૂનાગઢના પટેલબાપુ તરીકે ઓળખાતા મુસ્લિમ શખ્સ પાસે આવતો હતો અને પટેલબાપુ રાજકોટમાં મહેબૂબને આપી જતો હતો. જૂનાગઢના પટેલબાપુને ત્રણેક મહિના પૂર્વે જમ્મુ પોલીસે ચરસ સાથે ઝડપી લેતા તે હાલમાં જેલમાં છે. રાજકોટ પોલીસ તેનો જમ્મુથી કબજો મેળવશે. પોલીસે સૂત્રધાર મહેબૂબની આગવીઢબે પૂછપરછ કરતાં તેની પાસેથી રાજકોટના તેના દોઢ ડઝનથી વધુ ગ્રાહકોના નામ પોલીસને મળ્યા હતા તેમજ મોરબીથી પણ સાતેક શખ્સો ચરસ ખરીદી જતા હતા. ઇન્ટેલિજન્સ બ્યૂરોએ પણ તપાસમાં ઝંપલાવ્યું છે.

ગોંડલના મેતા ખંભાળીયામાં મંદિરના પૂજારીને બાંધી 4 શખ્સોએ સોના-ચાંદીનો મુગટ લૂંટ્યો

X
બે દિવસ પહેલા 8.32 લાખના ચરસના જથ્થા સાથે ચાર શખ્સો ઝડપાયા હતાબે દિવસ પહેલા 8.32 લાખના ચરસના જથ્થા સાથે ચાર શખ્સો ઝડપાયા હતા
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App