જસદણ ચૂંટણી માટેનું કોંગ્રેસનું FB એકાઉન્ટ ડિએક્ટિવેટ; જાણો કેવા સંજોગોમાં ફેસબુક કરે છે સસ્પેન્ડ, એક્ટિવ કરાવવા માટે કરવું પડશે આટલું

divyabhaskar.com

Dec 07, 2018, 11:44 AM IST
congress FB account for jasdan election deactivated by Facebook

રાજકોટઃ જસદણની પેટા ચૂંટણીમાં સોશિયલ મીડિયાનો મહત્તમ ઉપયોગ કરવા માટે જસદણ કોંગ્રેસ નામનું ફેસબુક એકાઉન્ટ બે દિવસ પહેલા બનાવ્યું હતું જે ગત રાત્રીના કોઇ હેકરે હેક કરીને ફોટા ડિલીટ કર્યાનું કોંગ્રેસે જણાવ્યું છે. આ મામલે કોંગ્રેસના આઈટી સેલના મેહુલ સંઘવીએ જણાવ્યું હતું કે, બે દિવસ પહેલાં જ એકાઉન્ટ બનાવી તેમાં અવસર નાકિયાનો ફોટો રાખીને પ્રચાર શરૂ કર્યો હતો જેને ઘણી લાઈક્સ મળી હતી અને 24 કલાકમાં 1000 કરતા વધુ ફોલોઅર્સ થયા હતા. બુધવારે રાત્રે ફેસબુક લાઈવમાં આવવા બધાને અપીલ કરાઈ હતી.

તે જ સમયે ફેસબુકનો મેસેજ આવ્યો જેમાં ફોન નંબર પૂછ્યા હતા ત્યારબાદ પ્રોફાઈલ પિક્ચર પણ માગ્યું જે આપતા ધડાધડ ફોટા ડિલીટ થઇ ગયા અને એકાઉન્ટ પણ બંધ થઇ ગયું. એકાઉન્ટ હેક થઇ જતા નવું બનાવવામાં આવ્યું છે જેની પાછળ ભાજપનો હાથ હોવાનું મેહુલ સંઘવી તથા જિલ્લા કોંગ્રેસ પ્રમુખ હિતેશ વોરાએ આક્ષેપ કર્યો હતો. સાયબર સિક્યોરિટી એક્સપર્ટ જણાવે છે કે, ફેસબુક અલગ અલગ પ્રોફાઈલ પર નજર રાખવા આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સનો ઉપયોગ કરે છે જેના અલગ અલગ પેરામિટર હોય છે.

કોંગ્રેસનું એકાઉન્ટ ટૂંકા ગાળમાં પોપ્યુલર થઇ ગયું તેમજ તેમાં વીડિયો અને ફોટોગ્રાફમાં એક કરતા વધુ અને સમૂહના ફોટા હતા એટલે ફેસબુકના આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સે તર્ક કાઢ્યો કે આ એકાઉન્ટ અંગત ઉપયોગ કરતા કોઇ જાહેરાત કે સમાચાર ફેલાવવામાં માટે થાય છે અને તે અફવા પણ હોઇ શકે છે. બીજી તરફ આ એકાઉન્ટ વેરિફાઈડ પણ ન હતું. ઘણા બધા લોકો સાથે લાઈવ થતા અજુગતું લાગતા ફેસબુકે વેરિફિકેશન માટે નંબર અને પ્રોફાઈલ પિક્ચર માગ્યું, પણ કોઇ આધાર ન જણાતા એકાઉન્ટ સસ્પેન્ડ કરાયું છે.

આ સંજોગોમાં ફેસબુક એકાઉન્ટ સસ્પેન્ડ કરે
- અંગત ઉપયોગ તરીકે રજિસ્ટર્ડ હોય પણ તેમાં જાહેરાત વધુ પડતી મુકાય.
- એક કરતા વધુ લોકોના ફોટો મુકાય, વારંવાર ટોળાંના ફોટા મુકાતા હોય.
- ટૂંકાગાળામાં ફોલોઅર્સની સંખ્યા વધતા નકલી ફોલોઅર્સની ધારણા બંધાય.
- આ તમામ વસ્તુ થાય અને એકાઉન્ટ વેરિફાઈડ ન હોય તો સસ્પેન્ડ કરી દેવાય છે.

એકાઉન્ટ પાછું મેળવવા આટલું કરવું પડે
- જે ઈ-મેલ છે તે અને પાસવર્ડ નાખવો.
- એકાઉન્ટ સસ્પેન્ડ છે તેવું લખેલું આવશે, પ્રોફાઈલ નહીં મળે.
- નોટિફિકેશનની નીચે શરતોમાં સસ્પેન્શન અંગે વિચાર કરવા માટેની લિંક હોય.
- આ લિંક પર જઇને ફોન નંબર તેમજ વેરિફિકેશન માટે વેબસાઈટ એડ્રેસ અને કોઇ આઈડી કાર્ડ આપવાનું રહે.
- તમામ બાબતો આપ્યા બાદ એકાઉન્ટનો ઉપયોગ પ્રસ્થાપિત કરવાનો.
- જેના પર ફેસબુક આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ અભ્યાસ કરીને એક્ટિવ કરી શકે.

X
congress FB account for jasdan election deactivated by Facebook
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી