રાજકોટ / સૌરાષ્ટ્ર-કચ્છ અને અમદાવાદને એકબીજાં સાથે જોડતો હાઈવેનો ત્રિવેણી સંગમ

Triveni Sangam Highway connects Saurashtra-Kachchh and Ahmedabad with each other

divyabhaskar.com

Feb 07, 2019, 09:04 AM IST

રાજકોટ: પ્રથમ નજરે હિલ સ્ટેશન જેવું દેખાતું આ દૃશ્ય રાજકોટ-અમદાવાદ નેશનલ હાઇવે પર વાંકાનેર બાઉન્ડ્રી નજીક સૌરાષ્ટ્ર-કચ્છ અને મધ્ય ગુજરાતને એકબીજા સાથે જોડતો કનેક્ટિંગ પોઇન્ટ છે. આ પોઇન્ટ પરથી દેશના મહત્ત્વના સ્થળને કનેક્ટ થાય છે. જેનો એક ફાંટો અમદાવાદ તરફ, એક ફાટો કંડલા(કચ્છ) તરફ અને એક ફાંટો રાજકોટ-પોરબંદર-વેરાવળ-સોમનાથ તરફ જાય છે.

સામાન્ય રીતે આ પોઇન્ટ એવો છે કે જેના પરથી સૌરાષ્ટ્ર-કચ્છના લોકો સેંકડો વખત પસાર થયા હશે, પરંતુ આ રીતે ડ્રોન દ્વારા એરિયલ વ્યૂનો નજારો અલગ પ્રકારની ભાત ઊભી કરે છે. માત્ર ખરબચડા અને સૂકાભઠ રસ્તાના બદલે તસવીરમાં દેખાતું કુદરતી સૌંદર્ય આંખ ઠારે તેવું બની રહે છે.

X
Triveni Sangam Highway connects Saurashtra-Kachchh and Ahmedabad with each other
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી