તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

બાળકીની સારવાર માટે દવાખાને આવેલો પિતા ખુદ દારૂના નશામાં ધૂત થઈ પડી ગયો

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

ગોંડલ: ગોંડલના સરકારી દવાખાને ગ્રામ્ય વિસ્તારમાંથી એક પિતા ત્રણ વર્ષની માસૂમ બાળાને આંખની સારવાર માટે આવ્યો હતો. માસુમ બાળાને આંખની સારવાર કરાવવાને બદલે દારૂના નશામાં ધૂત થઇ પટાંગણમાં પડી જતા સેવાભાવીઓમાં અરેરાટી વ્યાપી જવા પામી હતી અને પોલીસને જાણ કરી હતી પરંતુ પોલીસે પણ દરકાર ન કરતા આખરે છકડો રીક્ષાનો સહારો લઇ દારૂડિયાને તેના ગામ રવાના કરવામાં આવ્યો હતો.

 

માસુમ બાળાને લઈ આંખની સારવાર માટે આવ્યો હતો

 

પ્રાપ્ત વિગતો મુજબ ગોંડલના સરકારી દવાખાને ગરીબ દર્દીઓની સેવા કરતાં શિવમ સાર્વજનિક ટ્રસ્ટ ન પ્રમુખ દિનેશભાઈ માધડે જણાવ્યું હતું કે આજે સવારના સુમારે એક ગ્રામ્ય વિસ્તારમાંથી પોતાની ત્રણ વર્ષની માસુમ બાળાને લઈ આંખની સારવાર માટે આવ્યો હતો પરંતુ એટલો દારૃના ચિક્કાર નશામાં હતો કે તેને ભાન પણ ન હતી માસુમ બાળા આંખના રોગોથી કણસતી હતી. પરંતુ આ નરાધમને કોઈપણ જાતની ભાન ન હતી બાળા સાથે કઈ અજુગતું બની ન જાય તે માટે અમારા દ્વારા સિટી પોલીસને ટેલિફોનિક જાણ પણ કરાઈ હતી પરંતુ પોલીસે બે જવાબદારી દાખવી હતી આખરે અમોએ છકડા રીક્ષાનો સહારો લઇ દારૂડિયાને અને માસૂમ બાળાને તેના ગામ રવાના કર્યા હતા.

 

વર્તમાન સમયમાં માસૂમ બાળકો સાથે અજુકતા બનાવો બની રહ્યા છે ઘણી વખત તો આવા મા-બાપો જ કિસ્સાઓના જવાબદાર હોય છે આ દારૂડિયાની પાસેથી તેની બાળકીને કોઈ લઈ જઈ તોપણ તેને કોઈ ભાન સુધા પણ ના હતી અને પોલીસે પણ બેજવાબદારીથી જવાબ આપ્યો કે આમાં અમે શું કરી શકીએ.